માહિતી પ્રમાણે, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાની સુચના હેઠળ મોરબી જિલ્લામાં મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા ઈસમોને શોધી કાઢવા માટે મોરબી એસ.ઓ.જી. ટીમે કાર્યવાહી ચાલુ કરી છે. મોરબી SOG ના PI એસ.એમ. સાટીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે પેટ્રોલિંગમાં દરમિયાન મોરબીના રંગપર ગામમાં સરકારી દવાખાનાના ડૉક્ટર દીપક મેશરિયાને સાથે રાખી ભક્તિ ક્લિનીક નામના દવાખાનામાં તપાસ કરતા કોઈપણ પ્રકારના સર્ટિફિકેટ કે, ડીગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતા કાલિદાસ મારવાણીયાને ઝડપ્યો હતો.
આરોપી ડૉક્ટર પાસેથી દવાના જથ્થો તથા ડૉક્ટરી સાધન મળી કુલ 5649નો મુદ્દામલ મળી આ્યો હતો. જેથી મોરબી SOG ટીમે મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ બોગસ ડૉક્ટરની અટકાયત કરી કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે.