ETV Bharat / state

મોરબી નગરપાલિકાના કોંગ્રેસના 8 સભ્યો ભાજપમાં જોડાયા - ગુજરાતીસમાચાર

મોરબી પેટા ચૂંટણી જંગ રસપ્રદ બની રહે તેવી ધારણા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. પેટા ચૂંટણી પૂર્વે જ ભાજપ સરસાઈ મેળવવા મથામણ કરી રહ્યું છે. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાદ આજે પાલિકા પ્રમુખ સહિત 8 સભ્યોએ કેસરિયો ખેસ પહેર્યો હતો. જેથી કોંગ્રેસની છાવણીમાં સોપો જોવા મળ્યો છે.

ભાજપના ઉમેદવારો
ભાજપના ઉમેદવારો
author img

By

Published : Oct 18, 2020, 5:11 PM IST

  • મોરબી પેટા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો
  • કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં પ્રવેશ
  • પાલિકા પ્રમુખ સહિત 8 સભ્યો ભાજપમાં જોડાયા

મોરબી : ચૂંટણી સમયે જ કોંગ્રેસના નેતાઓના ભાજપ પ્રવેશ અને કોંગ્રેસમાં ભંગાણ જોવા મળતું હોય છે. જે પરંપરાને મોરબી કોંગ્રેસ નેતાઓએ પણ જાળવી રાખી હોય તેમ લાગી રહ્યું છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ કપાઈ જતા જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા ભાજપમાં જોડાયા હતા. આજે ભીખુભાઈ દલસાણીયા, શંકર ચૌધરી અને સાંસદ તેમજ ભાજપ ઉમેદવારની ઉપસ્થિતિમાં પાલિકા પ્રમુખ ભાજપમાં જોડાયા હતા.

મોરબી નગરપાલિકાના કોંગ્રેસના 8 સભ્યોએ કેસરિયો ખેસ ઘારણ કર્યો

મોરબી નગર પાલિકાના 8 સદસ્યો ભાજપમાં જોડાયા

મોરબી નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા તેમજ પાલિકાના 8 સભ્યો જેમાં બીપીનભાઈ દેત્રોજા, અશોકભાઈ કાંજીયા, જયદીપસિંહ રાઠોડ, અરુણાબા જાડેજા, ઇદ્રીશભાઈ જેડા, નવીનભાઈ ઘુમલીયા, જીતુભાઈ ફેફર અને રાજુભાઈ ચારોલાએ કોંગ્રેસને ગૂડ બાય કહી ભાજપનો ખેસ પહેર્યો હતો.

ભાજપના નેતાઓએ નિયમોનું ભંગ કર્યું

ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જેમાંથી કેટલાક લોકોએ માસ્ક પણ પેહર્યા ન હતા અને નિયમોનું ભગ કરતા જોવા મળ્યા હતા. તેની સામે કોઈ પગલા લેતું નથી તેવું પણ લોકો પૂછી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.