મોરબી: જિલ્લામાં કોરોના નવા કેસોમાં શનાળા રોડ પંચવટી સોસાયટીમાં રહેતા 62 વર્ષ મહિલા, રવાપર રોડ હિરલ પોઈન્ટમાં રહેતા 50 વર્ષ પુરુષ, રવાપર રેસીડેન્સીમાં 30 વર્ષ પુરુષ, મોરબી સિટી પોલીસ લાઈન 35 મહિલા, રંગપર ગામે 70 વર્ષ મહિલા, હળવદના કડિયાણા ગામે 57 વર્ષ પુરુષ અને હળવદના ચરાડવા ગામે 50 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જ્યારે વધુ 13 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, તો એક દર્દીનું મોત થયું છે. મોરબીના મહેન્દ્રનગર નજીક ગણેશનગરના 45 વર્ષના પુરુષનો ગત 8 ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે દર્દીનું રાજકોટ મોત થયું છે.
કોરોનાના નવા 7 કેસો સાથે કુલ કેસનો આંક 650 થયો છે. જેમાં 202 એક્ટિવ કેસ, 408 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 40 દર્દીના મોત થયા છે.