મોરબીમાં કોરોનાના વધુ 7 કેસ પોઝિટિવ
કોરોનાના કેસોની સંખ્યા ડબલ થઇ જતા સ્થિતિ ચિંતાજનક
જિલ્લામાં કોરોનાનો કુલ આંક 100 પર પહોંચી ગયો
મોરબી: મોરબીમાં એક સપ્તાહ પૂર્વે જ કોરોનાના કેસોની સંખ્યા ડબલ થઇ જતા સ્થિતિ ચિંતાજનક બની ગઇ છે. મોરબીમાં વધુ સાત કેસો આવતા જિલ્લામાં કોરોનાનો કુલ આંક 100 પર પહોંચી ગયો છે. ગત રવિવારે 50નો આંક વટાવ્યા બાદ માત્ર છ દિવસમાં કેસોની સંખ્યા ડબલ થઈ છે.
જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. જેમાં મોરબીના વાવડી રોડ, ઉમિયા સોસાયટીના રહેવાસી 36 વર્ષના યુવાન, જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા 60 વર્ષના વૃદ્ધા, ચિત્રકૂટ સોસાયટીના રહેવાસી 68 વર્ષના વૃદ્ધ, નાની બજારના 30 વર્ષના યુવાન, 65 વર્ષના માધાપરના વૃદ્ધા, મોરબીના બંધુનગર ગામના 42 વર્ષના યુવાન, તેમજ વાંકાનેરની અપ્સરા શેરીમાં રહેતા 71 વર્ષના વૃદ્ધ એમ 7 દર્દીના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
માત્ર છ દિવસમાં વધુ સાત કેસો આવતા જિલ્લાનો કુલ આંક 100 પર પહોંચી ગયો છે.