મોરબી: મોરબી જિલ્લામાં હળવદના વાણિયાવાડમાં રહેતા 65 વર્ષના પુરુષ, વાંકાનેરની અરુણોદય સોસાયટીના 60 વર્ષની મહિલા, મોરબીના કાયાજી પ્લોટ રવાપર રોડ પર રહેતા 51 વર્ષના પુરુષ, મોરબીના શિવનગરના 32 વર્ષના પુરુષ, મોરબીના શનાળા રોડ પર રહેતા 51 વર્ષના પુરુષ અને કાયાજી પ્લોટ રવાપર રોડ પર રહેતા 70 વર્ષના પુરુષ એમ 6 દર્દીના કોરોના વાઇરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ ઉપરાંત કોરોનાથી 3 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી તેમને રજા આપી દેવામાં આવી છે. જ્યારે હળવદના ધનાળા ગામના એક વૃદ્ધનું મૃત્યુ થયું છે. હાલ મોરબી જિલ્લામાં કુલ 84 એક્ટીવ કેસ છે તો અત્યાર સુધીમાં કુલ 63 દર્દી સ્વસ્થ થયા છે અને કુલ 9 દર્દીના મૃત્યુ થયા છે. કુલ કોરોના કેસનો આંક 156 થયો છે.