જેમાં મૃતક અજાણ્યા યુવાનના શરીર પર ઈજાના નિશાનો મળી આવતા યુવાનને માર મારતા તેનું મોત થયાનો ખુલાસો સામે આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર એ જાડેજાએ ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી.
જેમાં આરોપી અજય કારંડે, રમેશસિંગ બિહારી, કુંદન ભારદ્વાજ અને અખિલેશ પ્રસાદ તેમજ વિનોદ સવસાણી, કેવલ સવસાણી અને વિનોદ હરજીવ સવસાણી એમ કુલ 7 સામે હત્યાનો ગુન્હો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને તાલુકા પોલીસ ટીમે હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીને ઝડપી પાડીને વધુ પૂછપરછ હાથ ધરી છે.