ETV Bharat / state

મોરબીમાં આઈસોલેશનમાં રાખવામાં આવેલા 1 વર્ષના બાળકનું મોત, રિપોર્ટ બાકી

મોરબીમાં આઈસોલેશનમાં રાખવામાં આવેલ 1 વર્ષના બાળકનું મોત થયું છે. જો કે, આ બાળકનો રિપોર્ટ મંગળવારની સાંજે આવશે.

1-year-old-child-killed-in-isolation-in-morbi-report-pending
મોરબીમાં આઈસોલેશનમાં રાખવામાં આવેલ 1 વર્ષના બાળકનું મોત,
author img

By

Published : Apr 14, 2020, 12:32 PM IST

મોરબીઃ મોરબીમાં આઈસોલેશનમાં રાખવામાં આવેલા 1 વર્ષના બાળકનું મોત થયું છે. જો કે, આ બાળકનો રિપોર્ટ આજે સાંજે આવશે. રવિવારે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘૂટુંના 19 વર્ષની યુવતી, રફાળેશ્વરના 17 વર્ષના યુવાન, વાંકાનેરના એક વર્ષના અને હળવદના 5 વર્ષના બાળક તેમજ મોરબીના 35 વર્ષના યુવાનને આઈસોલેશન વોર્ડમાં ખસેડી સેમ્પલ મોકલાયા હતા. જે તમામ સેમ્પલ નેગેટિવ આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

એક માઠા સમાચાર મળ્યા છે જામનગર જિલ્લાના અંબાળા ગામના બાળકને ગઈકાલે કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. જેનું આજે વહેલીં સવારે મૃત્યુ નીપજ્યું હતું, તો બાળકના મૃત્યુના પગલે પરિવારના શોક વ્યાપી ગયો છે. જોકે આ બાળકનો રિપોર્ટ આજે સાંજે આવશે.

મોરબીમાં સોમવારે પાંચ નવા દર્દીને સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. જેમાં હળવદના ડુંગરપુર અને વાંકાનેરના રાતાવીરડાની બે યુવતી, સરતાનપર રોડ પરના યુવાન તેમજ રાજપર અને અંબાલાના બે બાળકો એમ પાંચેય શંકાસ્પદ લક્ષણો દેખાતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સેમ્પલ જામનગર મોકલ્યા છે અને આંજે સાંજે તેનો રિપોર્ટ આવનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.