- માલવણ હાઇવે પર અકસ્માત થતા યુવાનનું મોત
- ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવાયા
- મૃતદેહનેે પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલ્યો
મહેસાણા : અકસ્માત ઝોનમાં આવતા માલવણ હાઇવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માત સર્જાતા અનેક લોકોની જીંદગી હોમાઇ જાય છે. પાટડી તાલુકાના માલવણ હાઇવે પર મોટી મજેઠી રોડ પોસ્ટથી થોડા આગળ કડી લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે રહેતા રાજપૂત સમાજના અગ્રણી ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય અજયસિંહ જાડેજાના એકના એક પુત્ર રાજદિપસિંહ અજયસિંહ જાડેજા ઉંમર વર્ષ- 30 પોતાના માલિકીની ફોર્ચ્યુનર ગાડી નં. GJ-01-CA-6615 પુરઝડપે હાઇવે પરથી પસાર થઇ રહી હતી.

આ પણ વાંચો : કોરોનાગ્રસ્ત પિતા માટે ઓક્સિજન લેવા નીકળેલા યુવક અને તેના મિત્રનું અકસ્માતમાં મોત
મૃતદેહનેે પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલ્યો હતો
ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ચાલક રાજદિપસિંહ જાડેજાને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા એમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવાયા હતા. હોસ્પિટલ લઇ જતા પહેલા જ ઘટનાસ્થળે તેઓનુંં મોત થયું હતુ. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇને મૃતદેહનેે પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલ્યો હતો. અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : દમણમાં રેતી ભરેલા ડમ્પરે પલ્ટી મારતા ઝાડ ધરાસાઈ થયું તેમજ વીજ વાયરને થયું નુકસાન