- કડીમાં NK ઇન્ડસ્ટ્રીઝના કામદારોનો હોબાળો
- પગાર વધારાના મામલે ઉતર્યા હડતાળ પર
- 3000થી વધુ કામદારો કામથી અડગા રહ્યા
મહેસાણાઃ જિલ્લાના કડી ખાતે એન.કે.ઇન્ડસ્ટ્રીના કામદારો અચાનક હડતાલ પર ઉતરી આવ્યાં હતા. કામદારોને છેલ્લા ત્રણ વર્ષથી પગાર વધારો ન મળ્યો હોવાથી તેમની પગાર વધારાની માંગને લઇને અચોક્સ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી આવ્યાં હતા. મોટી સંખ્યામાં કામદારો હડતાલ પર ઉતરતા કડી પોલીસ સુરક્ષાના ભાગરૂપે ઘટના સ્થળે દોડી આવી મામલો શાંત પાડ્યો હતો.
વેતન વધારાની માંગ સાથે કામદારો હડતાળ પર ઉતર્યા
કર્મચારીઓના જણાવ્યાં અનુસાર છેલ્લા 3 વર્ષથી પગાર વધારો આપવામાં આવ્યો નથી. જેથી તેઓ લડત પર બેઠા છે. જ્યાં સુધી વધારો નહીં મળે ત્યાં સુધી તેઓ અંદર નહીં જાય અને ફેક્ટરીનું કામકાજ ચાલુ નહીં કરે. આ મહિને પગાર વધારો આપવાની વાત કરી હતી, પરંતુ પગાર વધારો આવ્યો ન હતો તો એગ્રીમેન્ટ કરવાની વાતો કર્યા બાદ કોઈ એગ્રીમેન્ટ ન કરતા હોવાથી આ કર્મચારીઓ સ્ટ્રાઈક પર ઉતરી આવ્યાં છે.