ETV Bharat / state

મહેસાણા જિલ્લાના વડનગરમાં નારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ - ગુજરાતીસમાચાર

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અધિનિયમ-2002 અન્વયે ગુજરાત મહિલા આયોગ ૨૦૦૫થી કાર્યરત છે. મહિલાઓના સામાજિક,આર્થિક અને શૈક્ષણિક વિકાસ આયોગનો મુખ્ય હેતું છે. મહિલાઓને મુળભુત બંધારણીય હક્કો અને અધિકારો તેમજ મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને કાયદાઓ અંગે મહિલાઓને જાગૃત કરવાની કામગીરી કરવામાં આવે છે.

નારી સંમેલન
નારી સંમેલન
author img

By

Published : Jan 11, 2021, 10:20 AM IST

  • વડનગરમાં નારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબિર
  • સ્વ સહાય જુથોને બેંક લોન વિતરણનું કરાયું
  • નારી સંમેલનમાં કોરોના વોરિયર્સ મહિલાઓનું સન્માન કરાયું
    મહેસાણા જિલ્લાના વડનગરમાં નારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ

મહેસાણા : ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે મહિલાઓમાં નારી અદાલતથી સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર વડનગર ખાતે યોજાયેલ નારી સંમેલનમાં ધારાસભ્ય ડો આશાબેન પટેલ,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીએમ.વાય.દક્ષિણી ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા કાયદાકીય જાગૃત શિબિરોમાં 28 હજાર વિધાર્થીનીઓ જોડાઇ

નારી સંમેલનમાં કોરોના વોરિયર્સ મહિલાઓનું સન્માન કરાયું

ધારાસભ્ય આશાબેન પટેલે જણાવ્યું હતું કે, નારી સંમેલમાં વિવિધ માહિતી આપવામાં આવી હતી.જેમાં રાજ્ય કક્ષાએ 318 નારી સંમેલનોમાં 1,60,000 મહિલાઓ ભાગ લીધો છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ યોજાયેલ 118 કાયદા શિબિરોમાં 55 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો છે. જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 28 વિશ્વ વિધાલયોમાં મહિલા કાયદાકીય જાગૃત શિબિરોમાં 28 હજાર વિધાર્થીનીઓ જોડાઇ છે.મહિલાઓ ઉપર થતા અત્યાચારો સામે આયોગની લાલ આંખ છે. અધિક કલેકટર વીણાબેન પટેલે નારી સંમેલનમાં આયોગનો હેલ્પ લાઇન નંબર 1800-233-1111થી મહિલાઓને વાકેફ કરી હતી.

વડનગર ટાઉનહોલ ખાતે યોજાયેલ નારી સંમેલન

સ્વ સહાય જુથોને બેંક લોન વિતરણનું કરાયું

આ ઉપરાંત નારી દ્વારા નારી માટે અને નારીવાદી અભિગમ સાથે નારીઓને ન્યાય આપવા માટે ચાલતી પ્રક્રિયા નારી અદાલતથી પણ વાકેફ કરાઇ હતી. નારી અદાલત અંગે માહિતી આપતાં જણાવવમાં આવ્યું હતું કે,નારી અદાલતમાં 2012 થી 22771 કેસો મળેલા છે.જેમાંથી 22170 કેસોનો નિકાલ કરવામાં આવેલ છે.નારી અદાલત માટે વર્ષ 2020-21૧માં 600 લાખના બજેટની જોગવાઇ કરવામાં આવી હતી. નારી સંમેલનમાં કોરના વોરિયર્સ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વડનગર ટાઉનહોલ ખાતે યોજાયેલ નારી સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

સ્વ સહાય જુથોને બેંક લોન વિતરણ

વડનગર ખાતે યોજાયેલ નારી સંમેલનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહેસાણા દ્વારા મહિલાઓને રોજગારી મળી રહે તેવા હેતુસર બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક દ્વારા મંજુર કરેલ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં 5 મહિલા જુથોને રૂ 5 લાખની લોનના મંજુરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એન.આર.એલ.એમ યોજના હેઠળ એક જુથને રૂ 5લાખની લોન સહિતક 3જુથોને રૂ 8 લાખની લોન મંજુરીના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.લોકડાઉનમાં માસ્કની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સ્વસહાય જુથની બહેનોને સન્માનિત કરવામાં આવી હતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.