- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે વહેલી સવારથી મતદાનની શરુઆત
- મતદાન મથકોને પુરી તૈયારી સાથે સજ્જ કરી દેવાયા
- સવારે 7થી સાંજે 6 કલાક સુધી યોજાશે મતદાન
મહેસાણા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે વહેલી સવારથી જ મતદાન મથકોને પુરી તૈયારી સાથે સજ્જ કરી દેવામાં આવ્યાં હતા. જે બાદ સવારે 7 કલાકેથી મતદાન શરુ કરવામાં આવ્યું હતું, ત્યારે શરૂઆતમાં જ ઉમેદવારો સહિત વયોવૃદ્ધ અને ફસ્ટ વોટરો સહિતના મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા. અહીં તમામ મતદારોને માસ્ક આપી સેનેટાઈઝર કરાવી અને ગ્લવઝ પહેરાવી નિયમાનુસાર મતદાન કરાવવામાં આવ્યું હતું.
ચૂંટણી પહેલાં જ 38 બેઠકો બિનહરીફ
જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત તેમજ મહેસાણા, ઊંઝા, કડી અને વિસનગર પાલિકાની ચૂંટણીમાં 923 ઉમેદવારોનું ભાવિ 16,37,155 મતદારો નક્કી કરશે. ચૂંટણી પહેલાં જ 38 બેઠકો બિનહરીફ થતાં હવે 410 બેઠકો પર ચૂંટણી જંગ જામ્યો છે. 425 સંવેદનશીલ અને 118 અતિ સંવેદનશીલ મળી 1,814 મતદાન મથકો પર પોલીસફોર્સ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન મથકે રહેશે.