- દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન સમર્થિત મંડળીઓને ક-વર્ગમાં મૂકવાના સરકારના નિર્ણય પર મનાઈ હુકમ આપ્યો
- વિપુલ ચૌધરી સમર્થિત 40 જેટલી દૂધ ઉત્પાદક મંડળીઓ ક-વર્ગમાં જ્યારે 30 જેટલી મંડળીઓને ડ-વર્ગમાં સામેલ
- હાઇકોર્ટના આદેશના પગલે હવે વિપુલ ચૌધરીને ચૂંટણીમાં કેટલીક રાહત મળી
મહેસાણાઃ મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. રાજ્ય સરકાર દ્વારા વિપુલ ચૌધરી સમર્થિત મંડળીઓને ઓડિટ રિપોર્ટના આધારે ક-વર્ગમાં મુકવાના સરકારના નિર્ણય પર હાઈકોર્ટે મનાઇ હુકમ આપ્યો છે. હાઇકોર્ટના આદેશના પગલે હવે વિપુલ ચૌધરીને ચૂંટણીમાં કેટલીક રાહત મળી છે.
ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીની મંડળીઓ ઓડિટ વર્ગ ક અને ડ માં ધકેલાઈ હતી
મહેસાણા દૂધ સાગર ડેરીમાં ઓડિટ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે વિપુલ ચૌધરી સમર્થિત 40 જેટલી દૂધ ઉત્પાદક મંડળીને ક-વર્ગમાં જ્યારે 30 જેટલી મંડળીઓને ડ-વર્ગમાં સામેલ કરી હતી. જેની સામે વિપુલ ચૌધરીએ અરજી કરી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટ દ્વારા સમર્થિત મંડળીઓને રાહત આપવામાં આવી છે. જોકે હજી પણ વિપુલ ચૌધરીની કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. CID ક્રાઈમ દ્વારા બોનસ કૌભાંડમાં અન્ય આરોપીઓના અને લોકોના નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે.
કોર્ટના આદેશથી ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની ઉમેદવારી નક્કી થઈ
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા વિપુલ ચૌધરીને મહેસાણા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. મહેસાણા દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અશોક ચૌધરી સામે ઉમેદવારી નક્કી થઈ છે.
કોર્ટના આદેશથી દુધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની ઉમેદવારી નક્કી થઈ - mehsana News
મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. રાજ્ય સરકાર દ્વારા વિપુલ ચૌધરી સમર્થિત મંડળીઓને ઓડિટ રિપોર્ટના આધારે ક-વર્ગમાં મુકવાના સરકારના નિર્ણય પર હાઈકોર્ટે મનાઇ હુકમ આપ્યો છે. હાઇકોર્ટના આદેશના પગલે હવે વિપુલ ચૌધરીને ચૂંટણીમાં કેટલીક રાહત મળી છે.
cv