વડનગર: કોરોના વાઇરસની મહામારી વચ્ચે તબીબો અને મેડિકલ સ્ટાફની ચિંતા કરતા સર્વોદય સેવાટ્રસ્ટ દ્વારા N-95 માસ્કનુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાઇરસના સંક્રમણ સામે મેડિકલ સેવાઓ આપતા તબીબો અને મેડિકલ સ્ટાફ માટે ખૂબ મોટો પડકાર છે. પોતે જોખમ ઉઠાવી દર્દીની સારવાર કરી રહ્યા છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-03-mask-vitran-pic-7205245_25042020180724_2504f_1587818244_281.png)
ત્યારે વડનગર ખાતે આવેલી સરકારી મેડિકલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો અને મેડિકલ સ્ટાફની ચિંતા કરતા સામાજિક કાર્યકરો અને ઊંઝા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યએ સાથે મળી સર્વોદય સેવાટ્રસ્ટ વડનગરના સહયોગથી N-95માસ્કનું નિઃશુલ્ક વિતરણ કર્યુ હતું.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-03-mask-vitran-pic-7205245_25042020180724_2504f_1587818244_439.png)