મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દ્વિદિવસીય તહેવારમાં પતંગની દોરી ઘાતકી સાબિત થઈ છે. ત્યારે આ જ ઘાતકી દોરી વાગતા મહેસાણા જિલ્લામાં 1 સમડી અને 8 કબુતરના મોત નિપજ્યા હતા. જ્યારે 319 પક્ષીઓ ઘવાયા હતા.
જેમાં માનવજીવને પણ ઘાતકી દોરીથી હાનિ પહોંચી હતી. જેમાં છત પરથી પડી જતા ,દોરી વાગતા ઘવાયાના 108 ઇમરજન્સીને 76 જેટલા કોલ મળ્યા હતા. તેમજ દોરી વાગવાના એક કિસ્સામાં બાઇક પર ચાલક પાછળ બેસીને જતા એક યુવાનને ગળાના ભાગે દોરી વાગતા ગંભીર રીતે ધવાયા હતા. જેઓ હાલ સારવાર હેઠળ હોવા છતાં કોમામાં રહ્યા છે. આમ ઉત્તરાયણનો તહેવાર આનંદ ઉત્સવ સાથે કેટલાક પક્ષીઓ અને કેટલાક માણસો માટે દુઃખનો પ્રસંગ બની રહ્યો છે.