ETV Bharat / state

મહેસાણાના કડી તાલુકામાં ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, ટ્રેક્ટરચાલકનું મોત - બાવલુ પોલીસ સ્ટેશન

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા કડી કલ્યાણપુુરા રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. અહીં ટ્રેક્ટર અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. ત્યારબાદ બંને વાહન ગરનાળામાં ખાબક્યા હતા, જેમાં ટ્રેક્ટરચાલકનું મોત થયું હતું. આ સાથે જ કારમાં સવાર કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મહેસાણાના કડી તાલુકામાં ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, ટ્રેક્ટરચાલકનું મોત

author img

By

Published : Feb 6, 2021, 9:52 AM IST

  • મહેસાણાના કડી તાલુકામાં આવેલા કડી કલ્યાણપુરા રોડ પર અકસ્માત
  • અકસ્માતને પગલે બંને વાહનો ગરનાળામાં ખાબક્યા હતા
  • અકસ્માતમાં ટ્રેક્ટરચાલકના પત્ની અને કારમાં સવાર 5 લોકો ઈજાગ્રસ્ત
  • મૃતક ખેડૂત ટામેટા ભરેલું ટ્રેકટર લઈ ખેતરેથી ઘરે જતા અકસ્માતનો ભોગ બન્યા

મહેસાણાઃ જિલ્લાના કડી તાલુકામાં આવેલા કડી કલ્યાણપુરા રોડ પર ખાવડ ગામમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આમાં ખાવડ ગામના નટવર પટેલ પોતાના ખેતરેથી ટામેટા ભરેલું ટ્રેક્ટર લઈ પત્ની સાથે ઘરે જઈ રહ્યા હતા, ત્યારે કડીથી કલ્યાણપૂર તરફ પૂરઝડપે જતી એક કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો. તે સમયે ધડાકાભેર અથડાયેલા બંને વાહનો નજીકમાં આવેલા ગરનાળામાં જઈ ખાબક્યા હતા.

અકસ્માતમાં ટ્રેક્ટરચાલકના પત્ની અને કારમાં સવાર 5 લોકો ઈજાગ્રસ્ત

અકસ્માતમાં ટ્રેક્ટરચાલક ખેડૂતનું મોત, 5ને ઈજા

અકસ્માતને પગલે સ્થાનિકો સહિત રસ્તા પર જતા વાહનચાલકોએ બંને વાહનમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. વાહનો વચ્ચેના અકસ્માતમાં ખાવડ ગામના રહેવાસી એવા 57 વર્ષીય ટ્રેકટરચાલક નટવર પટેલનું મોત નીપજ્યું છે. જ્યારે ટ્રેક્ટરમાં તેમની સાથે સવાર તેમના પત્ની વીમળાબેન અને કારમાં સવારચાલક સહિતના 4 લોકોને ઈજા થતા કુલ 5 લોકોને કડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાને પગલે બાવલુ પોલીસે ઘટનાસ્થળ અને ઈજાગ્રસ્ત સહિતના લોકોના નિવેદન આધારે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.