ETV Bharat / state

મહેસાણાના મંડાલીમાં રાજ કેમિકલ નામની ફેકટરીમાં ગેસ ગળતર થતા 3 લોકોના મોત - Complaint filed against factory administrators

મહેસાણા જિલ્લામાં મંડાલી ખાતેની સોમેશ્વર GIDCમાં રાજ કેમિકલ નામની ફેક્ટરીમાં ટેન્કર ભરીને હવામાં ફેલાય તેવો ઝેરી ગેસ કેમિકલ લાવવામાં આવ્યો હતો. જે કેમિકલ ટાંકીમાં ખાલી કરતા 3 મજૂરોના મોત થયા હતા.

3 મજૂરોના મોત
3 મજૂરોના મોત
author img

By

Published : Feb 4, 2021, 5:52 PM IST

  • મહેસાણામાં રાજ કેમિકલ ફેક્ટરીમાં ટેન્કર ભરી ઝેરી ગેસ લવાયો હતો
  • ઝેરી કેમિકલ ટાંકીમાં ખાલી કરતા 3 મજૂરોના મોત
  • સલામતીના સાધનો ન રાખ્યા હોઈ ફેકટરી સંચાલકો સામે ફરિયાદ
    લાંઘણજ પોલીસ સ્ટેશન
    લાંઘણજ પોલીસ સ્ટેશન

મહેસાણા : જિલ્લામાં આવેલ મંડાલી ખાતેની સોમેશ્વર GIDCમાં રાજ કેમિકલ નામની ફેક્ટરીમાં ટેન્કરમાં ભરીને હવામાં ફેલાય તેવો ઝેરી ગેસ કેમિકલ લાવવામાં આવ્યો હતો. જે કેમિકલ ફેક્ટરીમાં કામ કરતા ચાર મજૂરો પાસે ટાંકીમાં ખાલી કરાવતા ફેક્ટરી સંચાલકે કોઈ તકેદારીના સાધનો જોડે રાખેલા ન હતા. જેથી કેમિકલમાંથી છૂટેલા ગેસને પગલે મજૂરોને ગેસ ગળતર થતા સારવાર હેઠળ ખસેડાયા હતા. જો કે 108ની મદદથી હોસ્પિટલાઈઝ કરાયેલ 3 શખ્સોને હાજર તબીબે મૃત જાહેર કર્યા છે.

ફેકટરી સંચાલકો સામે નોંધાઇ ફરિયાદ

રાજ કેમિકલ નામની ફેક્ટરીમાં સોડિયમ બ્રોમાઈટ ભરેલું ટેન્કર લાવી ટાંકીમાં ખાલી કરવામાં આવતું હતું. જેમાં ઝેરી ગેસનો શિકાર બનતા મૃત્યુ પામ્યા છે. જેની માહિતી લાંગણજ પોલીસને મળતા પોલીસે ફરિયાદ નોંધી હતી. ફરિયાદને આધારે રાજસ્થાનના રહેવાસી મૃતકોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ. રાજ કેમિકલના સંચાલક મિતુલ મિસ્ત્રી અને રવિ પટેલ પોતે જાણતા હોવા છતાં કોઈ સલામતીની વ્યવસ્થા કરેલી ન હતી. ટાંકીમાં પડેલા કોઈ અન્ય પદાર્થ સાથે કેમિકલ ભળતા ગેસ ગળતરમાં 3 લોકોના મોત થયા હતા. ગંભીર બેદરકારી દાખવવા બદલ તેમની સામે કલમ 304 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.