મહેસાણાઃ મહેસાણા જિલ્લો સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સજ્જ બન્યો છે. મહેસાણા જિલ્લાએ કોરોના સંક્રમણને અટકાવવા ત્વરિત અને અસરકારક પગલાં લીધા છે. કોરોનાગ્રસ્તોને અસરકારક આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે પ્રભારી અને સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પૂર્વ નાયબ મુખ્યપ્નધાનની ઉપસ્થિતિમાં (Mehsana Corona Update 2022) બેઠક યોજી કોરોના સંદર્ભે સર્વગ્રાહી (Third Wave Review Meeting in Mehsana) સમીક્ષા કરાઇ હતી.
ટ્રીટમેન્ટનો ત્રિસ્તરીય વ્યૂહ અપનાવવામાં આવ્યો
આ પ્રસંગે પ્રભારી પ્રધાન જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં બેડ, વેન્ટિલેટર અને ઓકસીજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. કોરોનાના દર્દીઓને સુદ્રઢ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમણે ઉમેર્યું હતું કે જિલ્લામાં કોરોના સામે લડવા ટેસ્ટીગ, ટ્રેસીગ અને ટ્રીટમેન્ટનો ત્રિસ્તરીય વ્યૂહ અપનાવવામાં (Third Wave Review Meeting in Mehsana) આવ્યો છે. ધન્વંતરી રથોના માધ્યમથી ઘરે સારવાર લેતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્રીજા વેવને અનુલક્ષીને દર્દીઓ માટે બેડ, ઓકિસજન બેડ, ઓકિસજન પુરવઠો, દવાઓના જથ્થા સહિતની તમામ બાબતોની ઉપલબ્ધતા છે. વધુમાં તેમણે કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી વેવનો સામનો કરવા રાજય સરકારે તમામ પ્રકારની તૈયારીઓ આદરી દીધી છે અને સરકાર સંપૂર્ણપણે સુસજ્જ (Mehsana Corona Update 2022) છે.
સ્થાનિક સેવાભાવી સંસ્થાઓનો સહકાર માગ્યો
પ્રભારીપ્રધાને જિલ્લાના અધિકારી અને આરોગ્ય અધિકારીઓને ઓકિસજન પ્લાન્ટોનું ટેસ્ટીંગ, વેન્ટીલેટર સર્વિસીંગ, ફાયરસેફટી તેમજ આનુષાંગિક જરૂરી તમામ તૈયારીઓ (Third Wave Review Meeting in Mehsana) પુરી કરી લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અગાઉના કોરોનાની બે વેવમાં સ્થાનિક સેવાભાવી સંસ્થાઓએ પ્રશંસનીય રીતે વહીવટીતંત્ર સાથે મળી સેવા બજાવી હતી. તેમજ સંભવિત ત્રીજા વેવની પરિસ્થિતિમાં પણ તેમનો સહકાર અગ્રતાક્રમે મળી રહેશે તેવો વિશ્વાસ (Mehsana Corona Update 2022)વ્યક્ત કર્યો હતો
રસી લઇ લેવા અપીલ કરતાં નિતીન પટેલ
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાના નાગરિકો કોવિડની માર્ગદર્શિકાનું પાલન કરે તે જરૂરી છે. નાગરિકો સોશ્યલ ડિસ્ટન્સ,માસ્ક અને સેનીટાઇઝેશન માટે ખાસ અપીલ (Mehsana Corona Update 2022)કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરથી બચવા રસી રામબાણ ઈલાજ છે ત્યારે જિલ્લામાં મહત્તમ નાગરિકો રસી મુકાવે તે જરૂરી છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોનાના દર્દીઓને જરૂરી ઓક્સિજન, દવાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુચારૂ વ્યવસ્થા (Third Wave Review Meeting in Mehsana) કરવામાં આવી છે તેમ ઉમેર્યું હતું.
સતત મોનિટરિંગ કરવામાં આવશે
મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી ધનંજ્ય દ્રિવેદીએ જણાવ્યું હતું કે સતત વધતા જતા કોરોના ગ્રોથ રેટને ધ્યાને રાખીને ટેસ્ટીંગ,સર્વેલન્સ અને ટ્રીટમેન્ટની કામગીરીને વધુ સઘન બનાવવા (Mehsana Corona Update 2022)અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે જિલ્લામાં પથારીઓ, ઓક્સિજન, દવાઓ સહિતની ઉપલ્બધતા બાબતે સતત મોનીટરીંગ (Third Wave Review Meeting in Mehsana) કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત હોમ આઇસોલેશન દર્દીઓની નિયમિત મુલાકાત લેવા પણ ભાર મુક્યો હતો.તેમજ વિલેજ સુરક્ષા કમિટીને એક્ટીવેટ કરી કોરોના સંદર્ભે સતત માર્ગદર્શન અને સંકલન કરવા પણ જણાવ્યું હતું, જિલ્લાનાં ખાનગી ડોક્ટરો અન આઇ.એમ.એ સાથે સતત સંકલન કરવા પણ જણાવ્યું હતું.
ત્રીજી વેવની તૈયારી સંદર્ભે જિલ્લો સજ્જ
જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે કોરોના સંદર્ભે પ્રેઝન્ટેશન રજુ કરતાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં કોવિડ 19ની ત્રીજી વેવની તૈયારી સંદર્ભે જિલ્લો સજ્જ (Third Wave Review Meeting in Mehsana) બન્યો છે.મહેસાણા જિલ્લામાં 11 જુલાઇ 2021 થા 07 જાન્યુઆરી 2022 સુધી 3,78,074નું ટેસ્ટીંગ કરી રાજ્યના અગ્રીમ પાંચ હરોળમાં સ્થાન મેળવ્યું છે..જિલ્લામાં 51 દર્દીઓ આરોગ્યની સુવિધાને પગલે કોરોના મુક્ત થયા છે. મહેસાણા જિલ્લામાં 01 જાન્યુઆરીથી 07 જાન્યુઆરી સુધી 21,323 ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે..જિલ્લો કોરોના મુક્ત બને તે દિશામાં તંત્ર દ્વારા ટ્રેસ,ટેસ્ટ, અને ટ્રીટમેન્ટની ત્રીપલ ટી ની પ્રધ્ધતિ અપનાવવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લામાં 5,560 ટીમ દ્વારા સર્વેલન્સ કરાઇ રહ્યું છે. આ ઉપરાંત 10 ધનવંતરી આરોગ્ય રથમાં RBSK / આયુષ તબીબ દ્વારા તમામ વિસ્તારમાં OPD સેવાઓ, RTPCR ટેસ્ટીંગ સેવાઓ, હોમ આઇસોલેશન રાખવામાં આવેલ પોઝીટીવ દર્દીઓની ગહ મુલાકાત લેશે તેમજ ગંભીર દર્દીઓને રેફરલ સુવિધા પણ પૂરી પાડવામાં આવનાર છે.
આ પણ વાંચોઃ Vaccination For Children In Gujarat: મહેસાણા જિલ્લામાં 1.10 લાખ બાળકોને કોરોનાની વેકસીન આપવામાં આવશે
જિલ્લામાં ટેસ્ટિંગમાં વધારો
આર.ટી.પી.સી.આર ટેસ્ટ વધુમાં વધુ થાય તે દિશામાં જિલ્લામાં કામગીરી થઇ રહી છે. મહેસાણા જિલ્લામાં વડનગર ખાતે 1500,મહેસાણા સિવિલ ખાતે 1500,નુતન વિસનગર ખાતે 500 અન અન્ય ખાનગી લેબોમાં 1000 મળી દૈનિક 4500 ટેસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત નજીકના સમયમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર કડી,ઉંઝા,વિસનગર ખાતે લેબ શરૂ થનાર છે. મહેસાણા જિલ્લામાં કોવિડ19 ત્રીજા વેવની તૈયારી અન્વયે જિલ્લામાં 3,233 પથારીની વ્યવસ્થા છે. જિલ્લામાં આગામી સમયમાં ઓક્સિજન કંટ્રોલ રૂમ સહિત ઓક્સિજન પ્લાન્ટ તેમજ હોસ્પિટલોને મેપીંગ કરવામાં આવનાર છે.
160થી વધુ ખાનગી ડોક્ટરો સાથે સંકલન
જિલ્લામાં 14 પી.એસ.એ પ્લાન્ટ,04 ઓક્સિજન પ્લાન્ટ,10 લિટરના 138 અને 05 લિટરના 215 ઓક્સિજન કોન્સન્ટ્રેટર,276 જમ્બો અને 331 સ્મોલ સીલીન્ડર,3990 સીલીન્ડર બોટલ સહિત 55 એમ.ટી લીક્વીડ ઓક્સિજનની વ્યવસ્થા જિલ્લામાં છે. જિલ્લાને કોવિડ સંક્રમણ અટકાતી પગલાંના ભાગ રૂપે 160 થી વધુ ખાનગી ડોક્ટરો સાથે સંકલન કરાઇ રહ્યું છે જેમાં શંકાસ્પદ કોવિડ દર્દીઓની માહિતી મેળવી તેમના ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટની વ્યવસ્થા (Mehsana Corona Update 2022)થઇ રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં ઓક્સિજન કંટ્રોલ રૂમ,104 હેલ્પ લાઇન અને હોમ આઇસોલેશન દર્દીઓની રેગ્યુલર મુલાકાતનું પણ આયોજન (Third Wave Review Meeting in Mehsana) કરાયું છે.
કિશોરવયના બાળકોને રસીનો લક્ષ્યાંક 79 ટકા પૂર્ણ
મહેસાણા જિલ્લામાં કોરોના સામે રસીનું સુરક્ષા ચક્ર પ્રદાન કરવાની કામગીરી જોશભેર ચાલી રહી છે. આરોગ્ય અને શિક્ષણ તંત્ર દ્વારા થઈ રહેલી આ કામગીરીને લોક સહયોગ મળતાં કામગીરીની અસરકારકતા વધી છે.મહેસાણા જિલ્લામાં 07 જાન્યુઆરી સુધીમાં 15 થી 18 વર્ષના કિશોરને રસી આપવાનો લક્ષ્યાંક 79 ટકા પૂર્ણ (Child Vaccination in Mehsana) કર્યો છે. આ ઉપરાંત 18 થી વધુ વયના નાગરિકોમાં જિલ્લામાં પ્રથમ ડોઝમાં 92 ટકા અને બીજો ડોઝમાં 91 ટકા સિધ્ધી મેળવી છે.
કોણ કોણ હતું બેઠકમાં
મહેસાણા જિલ્લામાં કોરોના સંદર્ભેની સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી ધનંજ્ય દ્રિવેદી, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,સંસદ સભ્ય શારદાબેન પટેલ,પાટણ સંસદ સભ્ય ભરતસિંહ ડાભી,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, રમણભાઇ પટેલ,અજમલજી ઠાકોર,અગ્રણી જશુભાઇ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,સર્વ પ્રાન્ત અધિકારીઓ,અધિકારીઓ, નગરપાલિકા પ્રમુખો ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
આ પણ વાંચોઃ Corona cases in Gujarat: મહેસાણામાં કોરોના પોઝિટિવ દર્દી ફરાર થતા હોસ્પિટલ અને પોલીસ તંત્ર થયું દોડતું