આ પરંપરામાં 2 જુદા જુદા માહોલમાંથી 4 બળદોવાળા 2 મજબૂત ગાડા ગામ લોકો દ્વારા જાતેજ બનાવવામાં આવે છે અને તેના પર મોટી સંખ્યામાં લોકો સવાર થઈ બન્ને બળદ ગાડાની રેસ લગાડવામાં આવે છે. આ રેસમાં ગાડાની આજુબાજુ અને આગળ પાછળ પણ મોટી સંખ્યામાં લોકો દોડતા હોય છે.
આ પરંપરા દરમિયાન હથિયા ઠાઠુંની આ પરંપરામાં એક 18 વર્ષીય જયેશ પટેલ નામનો યુવક બળદ ગાડા આગળ દોડતા દોડતા એકાએક નીચે પડી જતા તેના પર લોકોના વજનથી ભરેલું બળદ ગાડું ફરી વળ્યુ હતું. જ્યાં યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત નિપજ્યું છે. જેને પગલે સમગ્ર ગામમાં શોક પ્રસરી જવા પામ્યો હતો. સમગ્ર ઘટના મામલે વિસનગર તાલુકા પોલીસે મૃતક યુવાનનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.