ETV Bharat / state

ઉત્તર ગુજરાતની એક માત્ર સરકારી પર્ફોમિંગ આર્ટ્સ કોલેજ વડનગરમાં શરૂ થશે

કલાકારોની એક આગવી દુનિયા હોય છે, જેમાં કલાનું રસપાન કરતા કલાકારો પોતાની અદભુત કલાનું પ્રદર્શન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની શક્તિ ધરાવતા હોય છે. પરંતુ કેટલાક કલારસિકો યોગ્ય જ્ઞાન અને માર્ગદર્શન નહીં મળતા રસ્તો ભટકી જતા હોય છે. પરંતુ હવે સંગીત, ગાન અને નૃત્ય કલાના રસિકો માટે જ્ઞાનનો ભંડાર ખુલવા જઈ રહ્યો છે. સંગીત નગરી વડનગરમાં ગુજરાત રાજ્ય સંગીર નાટક એકાદમી વિભાગ દ્વારા કલાકારોને યોગ્ય જ્ઞાન અને પ્રોત્સાહન મળે તે માટે ઉત્તર ગુજરાતની એક માત્ર સરકારી તાનારીરી પર્ફોમિંગ આર્ટ્સ કોલેજ શરૂ કરવામાં આવી રહી છે.

ઉત્તર ગુજરાતની એક માત્ર સરકારી પર્ફોમિંગ આર્ટ્સ કોલેજ વડનગરમાં શરૂ થશે તાના રીરી મહોત્સવ

author img

By

Published : Nov 18, 2020, 4:32 PM IST

Updated : Nov 18, 2020, 7:43 PM IST

  • ઉત્તર ગુજરાતની એક માત્ર સરકારી પર્ફોમિંગ આર્ટ્સ કોલેજ વડનગરમાં શરૂ થશે
  • કલા અને સંગીતના રસિકો માટે જ્ઞાન સાથે ડીગ્રી મેળવવાનો અનેરો અવસર મળશે
  • વડનગરમાં શરૂ થવા જઈ રહી છે તાના રીરી પર્ફોમિંગ આર્ટસ કોલેજ

મહેસાણાઃ જિલ્લાના વડનગર ખાતે ઉત્તર ગુજરાતની એક માત્ર સરકારી પર્ફોમિંગ આર્ટ્સ કોલેજમાં તાના રીરી મહોત્વસ યોજાવા જઇ રહ્યો છે, જ્યા મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની ખાસ હાજરી હશે. જ્યા ગાયન, વાદન અને નૃત્ય મુખ્ય વિષયો નક્કી કરાયા છે. તો ગૌણ વિષયોમાં ભરતનાટ્યમ, કથ્થક, હાર્મોનિયમ, ગિટાર, કી-બોર્ડ, તબલા, ફ્લુટ, વાયોલિન અને શાસ્ત્રીય ગાયન સહિતના વિષયોનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવનાર છે, આમ વડનગરમાં સંગીતની મહાન બેલડી તાના અને રીરીની યાદમાં વડનગર ખાતે સરકાર દ્વારા તાના રીરી પર્ફોમિંગ આર્ટ્સ કોલેજ તાના રીરી મહોત્સવ 2020ના પ્રારંભે જ શરુ કરવામાં આવી રહી છે.

ઉત્તર ગુજરાતની એક માત્ર સરકારી પર્ફોમિંગ આર્ટ્સ કોલેજ વડનગરમાં શરૂ થશે
ઉત્તર ગુજરાતની એક માત્ર સરકારી પર્ફોમિંગ આર્ટ્સ કોલેજ વડનગરમાં શરૂ થશે

કૉલેજના પ્રારંભ માટે સરકાર દ્વારા મંજૂરી

HNGU દ્વારા વિસનગર એમ.એન કોલેજના પ્રિન્સિપાલ અને પાલનપુર ફાઇન આર્ટ કોલેજના તજજ્ઞોની તપાસ કમિટી બનાવી હાલમાં વડનગર પોલીટેક્નિક કોલેજના કેમ્પસમાં આ નવીન કોલેજ શરૂ થાય તે માટે તપાસ મુલાકાત કરવામાં આવી છે. તો કૉલેજના પ્રારંભ માટે વિધિવત રીતે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ઉત્તર ગુજરાતની એક માત્ર સરકારી પર્ફોમિંગ આર્ટ્સ કોલેજ વડનગરમાં શરૂ થશે તાના રીરી મહોત્સવ
ઉત્તર ગુજરાતની એક માત્ર સરકારી પર્ફોમિંગ આર્ટ્સ કોલેજ વડનગરમાં શરૂ થશે તાના રીરી મહોત્સવ

વડાપ્રધાન મોદીના વતન તરીકે દેશ અને દુનિયામાં જાણીતું બન્યું છે વડનગર

વડનગર શહેર પૌરાણિક અને કલા નગરી સાથે વડાપ્રધાન મોદીના વતન તરીકે દેશ અને દુનિયામાં જાણીતું બન્યું છે, ત્યારે વડનગરમાં તાના રીરી પર્ફોમિંગ આર્ટ્સ કૉલેજ કાર્યરત થતા સંગીતનું જ્ઞાન અને નૃત્યની કલા પ્રાપ્ત કરનાર કલારસિકો પણ ભારતીય ગાયન, વાદન અને નૃત્યની આગવી સંસ્કૃતિને આગળ વધારશે આમ સંગીત ક્ષેત્રે રહેલી કલા શક્તિ અને સંસ્કૃતિના વારસાનું જતન થશે.

Last Updated : Nov 18, 2020, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.