ETV Bharat / state

કડીના રંગપુરડા ગામે ઝેરી ગેસ પ્રસરતા ગામ લોકોના આરોગ્ય સામે ખતરો

author img

By

Published : Dec 11, 2020, 1:53 PM IST

મહેસાણાના કડીની સીમ નજીક આવેલી કંપનીમાંથી ઝેરી ગેસ છોડાતા 44 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ ઉપરાંત ગળામાં અને આંખમાં બળતરા થતા સ્થાનિક તંત્રમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગનો સ્ટાફે અહીં પહોંચી 44 લોકોને સારવાર આપી હતી. સાંજે 6 વાગ્યે તંત્રમાં રજૂઆત કરવા છતાં મોડી રાત્રે 10 વાગ્યે ઈન્ચાર્જ ટીડીઓ મહેન્દ્રસિંહ ઝાલા રંગપુરડા ગામે દોડી આવ્યા હતા. તંત્ર હજી સુધી એ નથી જાણી શક્યું કે ગેસ કઈ ફેક્ટરીમાંથી છોડવામાં આવ્યો છે.

કડીમાં કંપનીમાંથી ઝેરી ગેસ છોડાતા 44 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે

  • રંગપુરડામાં ફેક્ટરીમાંથી ઝેરી ગેસ છોડતા લોકોને બળતરા
  • લોકોને આંખ અને ગળામાં બળતરાની સમસ્યા થઈ
  • મેડિકલ ઓફિસરે તમામને સ્થળ પર જ સારવાર આપી
  • છેલ્લા ત્રણ દિવસથી ગામના લોકો માથું ખંજવાળી રહ્યા છે

મહેસાણાઃ કડીના રંગપુરડાની સીમ નજીક આવેલી કંપનીમાંથી ઝેરી ગેસ છોડતા સાંજે 44 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેમ જ ગળામાં અને આંખોમાં બળતરા થતા સ્થાનિક તંત્રને રજૂઆત કરતાં આરોગ્ય વિભાગ દોડતં થયું છે. આરોગ્ય કર્મચારીઓએ અહીં આવી 44 લોકોને સારવાર આપી હતી.

ગામમાં દોડી આવેલા તંત્રએ ઉપરી અધિકારીઓને કર્યો રિપોર્ટકરણ નગર પીએચસીના મેડિકલ ઓફિસર સ્ટાફ સાથે આવી આંખ અને ગળામાં દુખાવા થવાની સમસ્યાથી હેરાન 44 લોકોની સારવાર કરી હતી. ગુરૂવાર સવારે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કોકિલા સોલંકીએ રંગપુરડા ગામે આવી જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી. તેમ જ ઈન્ચાર્જ ટીડીઓએ પ્રદૂષણ વિભાગ અને ડીડીઓને લેખિત રિપોર્ટ મોકલી આપી તાત્કાલિક ગ્રામજનોની સમસ્યા નિવારવા પગલા ભર્યા હતા.

ગામ લોકો ગેસ ગળતરથી ત્રસ્તરંગપુરડાના ઉપસરપંચ ઠાકોર રણજિતજી શકરાજી ઠાકોરે કહ્યું, છેલ્લા ત્રણ દિવસથી અમારા ગામમાં ઝેરી ગેસના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આંખ અને ગળામાં બળતરા તેમ જ ખાંસીથી ગામના લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. કડીના રંગપુરડા ગામની સીમમાં અનેક જિનીંગ ઈન્ડસ્ટ્રિઝો અને કંપનીઓ છેલ્લા ઘણા સમયથી કાર્યરત્ છે. ત્રણ દિવસથી રોજ સાંજ પડે કોઈ કંપની દ્વારા ઝેરી ગેસ છોડવામા આવે છે. જોકે, બુધવારે સાંજે ઝેરી ગેસના લીધે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતાં દોડી આવેલા તંત્રએ ક્યાંથી ગેસ લીકેજ થયો તેને શોધવા કામે લાગ્યું છે. હજુ સુધી એ નક્કી નથી થયું કે કઈ ફેકટરીમાંથી ગેસ છોડાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.