- મહેસાણા ભાજપે યાદી જાહેર કરતાની સાથે જ ભડકો
- નારાજ ટિકિટ વાંચ્છુકોએ નિકાળ્યો બળાપો
- મહેસાણા નગરપાલિકા વોર્ડ 4માં નારાજગી
મહેસાણા : જિલ્લામાં ગત ઘણા સમયથી ઉમેદવારોના નામ જાહેર નહોતા કરવામાં આવ્યા ત્યારે શુક્રવારે જિલ્લા પ્રમુખે ભાજપના આયોજન મુજબ મહેસાણા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે ઉમેદવારોના નામની યાદી પ્રસિદ્ધ થતા જ ભાજપમાં નારાજગીનો શૂર ઉઠ્યો છે. જેમાં યુવા મોરચાની રજૂઆત સાથે મહેસાણા શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ કૌશિક વ્યાસે ગમગીન બની પોતાની આંખમાંથી આંસુ વ્હાવ્યા છે.
મહેસાણા જિલ્લામાં ભાજપની નારાજગીનો દોર શરૂ
ભાજપમાં યુવા સંગઠને યુવાઓને ઉમેદવારી માટે પ્રાથમિકતા આપવા રજૂઆત કરી હતી. યુવા કાર્યકરો હંમેશા ભાજપના અને સરકારના કાર્યક્રમોમાં કાર્યરત રહી કામગીરી કરતા હોય છે, ત્યારે ભાજપે એક પણ યુવાને ટિકિટ ન આપતા ભારે નારાજગી પ્રવર્તી રહી છે. જેમાં પૂર્વ શહેર પ્રમુખ કૌશિક વ્યાસે પણ ક્યાંકને ક્યાંક ટિકિટ વેચણી મામલે આંસુ વ્હાવી નારાજગી વ્યક્ત કરી છે. કૌશિક વ્યાસ પક્ષ સાથે વફાદાર હોવા છતાં થયેલા અન્યાય માટે આખરે તેઓ ભાવુક થયા હતા.