મહેસાણાઃ ઊંઝા નગરપાલિકા દ્વારા સેનેટાઈઝર ટનલ તૈયાર કરવામાં આવી છે. પાલિકામાં પ્રવેશતા તમામ લોકોને આ સેનેટાઈઝર ટનલમાંથી થઈને પ્રવેશ અપાવામાં આવશે. પાલિકામાં આવતા લોકોનું હેલ્થ જળવાઈ રહે તે માટે સેનેટાઈઝર ટનલ તૈયાર કરવામાં આવી છે. ઊંઝા તાલુકામાં સૈપ્રથમ પાલિકામાં આ રીતે સેનેટાઈઝર ટનલ તૈયાર કરવામાં આવી.
મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઇરસના સંક્રમણમાં 4 વ્યક્તિઓ આવી ચુક્યા છે. જોકે ચારેય દર્દીઓ આંતરરાજ્યથી આ બીમારીમાં સપડાયા હોવાની જાણકારી સાથે જ હવે જિલ્લામાં વહીવટી અને આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે.
તેવામાં ઊંઝા નગરની જનતા માટે સફાઈ આરોગ્ય, પાણી વીજળી સહિતની પ્રાથમિક જરૂરી જવાબદારી સંભળાતા ઊંઝા નગરપાલિકા દ્વારા પાલિકામાં આવતા કર્મચારીઓ અધિકારીઓ અને જાહેર જનતા માટે શહેર અને તાલુકાની પ્રથમ સેનેટાઇઝર ટનલ તૈયાર કરવામાં આવી છે.
જેથી નગરપાલિકામાં આવતા તમામ લોકો પ્રથમ આ ટનલમાંથી પ્રવેશ મેળવી ટનલમાં થતા સ્પ્રે સેનેટાઇઝરથી બેક્ટેરિયા મુક્ત બની પાલિકામાં પ્રવેશ મેળવી શકે આમ અહીં બહારથી આવતા લોકોને અને પાલિકાના કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા ઊંઝા પાલિકા દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.