- મહેસાણા જિલ્લામાં ભાજપે દિવ્યાંગ ઉમેદવારને ટિકિટ આપી
- વિસનગર 10 હસનપુર તાલુકા પંચાયત પર દિવ્યાંગ ઉમેદવાર
- કમલેશ પટેલ શારીરિક દિવ્યાંગ છે પણ મનોબળ છે મક્કમ
મહેસાણાઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચારના પડઘમ આજે શુક્રવારે શાંત થઈ રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા વર્તમાન સમયમાં યુવાઓ અને શિક્ષિત ઉમેદવારોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યાં છે.
હસનપુર બેઠક પર છે દિવ્યાંગ ઉમેદવાર
વિસનગર તાલુકા પંચાયત વિસ્તારમાં આવતી હસનપુર બેઠક પર કમલેશ પટેલ કે જેઓ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા કાર્યકરને ટિકિટ આપતા સમગ્ર વિસ્તારમાં ભાજપે દિવ્યાંગ ઉમેદવારને પસંદ કરવાની બાબત આકર્ષણનું કેન્દ્ર બની છે.
ભાજપે ટિકિટ આપતા મતદારોનો વિશ્વાસ જીતવા ડોર ટુ ડોર પ્રચાર
કમલેશ પટેલ ભાજપ માંથી ઉમેદવારી કરતા હોઈ ગૌરવ સાથે પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પોતે દિવ્યંગતા ધરાવે છે છતાં પોતાની શારીરિક કમજોરી સામે મક્કમ મનોબળથી મતદારોનો વિશ્વાસ જીતવા સભાઓ, પ્રચાર પ્રવાસ અને ઘરે-ઘરે જઈ મતદારોને અપીલ કરી જીતનો વિશ્વાસ આપતા પ્રજા સાથે ખડેપગે રહી કાર્ય કરવાનું વચન આપી રહ્યા છે. મક્કમ મનોબળનો માનવી શિખર પણ સર કરી જાય છે, ત્યારે કમલેશ ભાઈની આ સ્થિતિ સામે તેમનો ચૂંટણી જંગ આખરે કેવો રંગ બતાવે છે તે જોવું રહેશે.!