- વિજાપુરના લાડોલ ગામે અવાવરું કૂવામાં બે બાળકો સાથે દંપતી જંપલાવ્યું
- શ્રમજીવી પરિવારની અગમ્ય કારણો સર સામુહિક આત્મહત્યા
- સામુહિક આત્મહત્યાના પ્રયાસની ઘટના આવી સામે
મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા લાડોલ ગામમાં શ્રમજીવી પરિવારમાં દંપતીએ પોતાના બે બાળકો સાથે પડતું મૂકી જીવન ટુંકાવવા પ્રયાસ કરતા સ્થાનિકોને સામે આવતા નાસભાગ મચી હતી. જોકે તેઓને કૂવામાં પડતા કોઈ રોકે તે પહેલાં તેઓ કૂવામાં જમ્પલાવી ચૂંક્યા હતા. બાદમાં સ્થાનિકોએ કૂવામાં જોતા સામુહિક આત્મહત્યાના પ્રયાસની ઘટના સામે આવી હતી. બાદમાં તુરંત વિજાપુર ડિઝાસ્ટર ટીમ અને લાડોલ પોલીસને જાણ કરી કૂવામાં પડેલા લોકોને બચાવવા પ્રયાસ કર્યો હતો.
ડિઝાસ્ટર અને સ્થાનિકોની મદદથી પોલીસે કૂવામાં પડેલા લોકોને બચાવ્યા
લાડોલ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી કૂવામાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. બાદમાં ડિઝાસ્ટર ટીમ પણ આવી પહોંચતા રસ્સા અને દોરડાઓની મદદથી કેટલાક લોકોએ કૂવામાં ઉતરી ટોર્ચ લાઈટના સહારે બચાવ કામગીરી કરી ચારે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં એક બાળકનું મૃત્યું નીપજ્યું છે. જ્યારે પતિ-પત્ની અને અન્ય એક બાળકને ઇજાઓ પહોંચતા સારવાર આપી બચાવી લેવામાં આવ્યા છે.
ઘટનામાં 4 પૈકી 1 બાળકનું મોત
લાડોલ ગામે બનેલી સામુહિક આત્મહત્યાની ઘટનામાં એક દંપતીએ પોતાના બે માસૂમ બાળકો સાથે કૂવામાં જમ્પલાવ્યું હતું. જોકે રેસ્ક્યુ કરતા 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી પતિ-પત્ની અને એક બાળકને બચાવી લેવામાં સફળતા મળી છે. જેમાં પતિ-પત્નીને વિજાપુર અને ગંભીર ઇજાગ્રસ્ત બાળકને હિંમતનગર સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. જોકે ઊંડા કૂવામાં પડેલા એક બાળકનું મોત નીપજ્યું છે. જેને વિજાપુર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે. સમગ્ર બનાવ અંગે લાડોલ પોલીસે પ્રાથમિક તપાસ કરતા ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આત્મહત્યા કરનારા પતિ-પત્નીના નિવેદનો લઈ આગળની વધુ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવનારા છે.