- ખેરાલુ ચીમનાબાઈ સરોવરમાંથી પ્રેમી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો
- સ્થાનિકોની મદદથી બન્ને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
- અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી
મહેસાણાઃ ખેરાલુ તાલુકામાં આવેલા ચીમનાબાઈ સરોવરમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જોકે, હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![મહેસાણામાં વેલેન્ટાઈન ડેના દિવસે ચીમનાબાઈ સરોવરમાંથી પ્રેમી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10630150_premi_7205245.jpg)
સરોવરમાં મૃતદેહને જોઈને સ્થાનિકો ચિંતામાં મુકાયા
ખેરાલુ તાલુકામાં ગાયકવાડી સમયથી ચીમનાબાઈના નામે એક સરોવર આવેલું છે, જે સામાન્ય રીતે દર વર્ષની સરખામણીએ આ વખતે પાણીથી છલોછલ ભરાયેલું હતું. જોકે, આ સરોવરમાંથી યુવક-યુવતીઓના મૃતદેહ મળતા લોકોમાં ચકચાર મચી છે.