વિસનગરઃ શિક્ષણ એ જીવનના ઘડરતનો પાયો છેે. શિક્ષણ થકી એક સારા રાષ્ટ્ર અને વ્યક્તિનું ભવિષ્ય રહેલું છે, ત્યારે 5 સપ્ટેમ્બર એટલે કે ડૉ.રાધાકૃષ્ણના જન્મદિવસ અને શિક્ષકોનું ગૌરવ એવા શિક્ષકદિન નિમિતે શૈક્ષણિક નગરી કહેવાતા વિસનગરમાં રોટરી ક્લબ દ્વારા આયોજિત શિક્ષક સન્માન કાર્યક્રમમાં પર્યાવરણ અને સમાજીક સહિત શિક્ષણ ક્ષેત્રે ઉમદા કર્યો કરનારા શિક્ષકોને સન્માનવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં શિક્ષકો માટે સમાજ ઉપયોગી સેમિનાર યોજવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ સમાજમાં શિક્ષકનું મહત્વ સમજી સન્માન થકી પ્રેરણા પૂરી પાડવા બદલ રોટરી ક્લબ સહિતની સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.