મહીસાગર: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના કારણે ભયનો માહોલ છવાયો છે. ગુજરાતમાં કુલ 69 કેસ નોંધાયા છે. બાલાસિનોર પોલીસ દ્વારા કાયદાની કડક અમલવારી કરાતાં શહેરના રસ્તાઓ અને ગલીઓ સુમસામ જોવા મળી છે. જીલ્લા પોલીસ વડાની સુચના હેઠળ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ શરુ કર્યું હતું. પોલીસના ડરથી બાલાસિનોરમાં રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા અને લોકોએ લટાર મારવાનું ટાળ્યું હતું.
લોકો કામ સિવાય ઘરની બહાર નીકળી કોરોના વાઈરસ સંક્રમણ ફેલાય એ રીતે ફરી રહ્યા હતા. પોલીસ એકશનમાં આવી છે. જો કોઈ વ્યક્તિ કારણ વગર વાહન લઈને બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરશે તો વાહન ડિટેઈન કરી તેની સામે કાયદેસર કાર્યવાહી થશે તેમ પોલીસે જણાવ્યું હતું.