ETV Bharat / state

વડનગરની GMERSમાં સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરાયો

મહેસાણા જિલ્લામાં આવેલી વડનગર સરકારી હોસ્પિટલ એટલે કે, GMERSમાં 35 જેટલા સ્ટાફ GMERS હસ્તક કાયમી ફરજ બજાવી રહ્યા છે. જોકે આ કર્મીઓ સતત દર્દીઓની સેવામાં ખડે પગે રહેતા હોઈ તેમના પોતાના માટે તેઓએ સરકારમાં કેટલીક માંગણીઓ મૂકી છે. જેનો 5 વર્ષે પણ નિવેડો આવ્યો નથી. ત્યારે અનેક વારની રજૂઆતોથી ત્રસ્ત બનેલા GMERSના ગુજરાતભરના 1200 જેટલા કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો.

વડનગરની GMERSમાં સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરાયો
વડનગરની GMERSમાં સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરાયો
author img

By

Published : Apr 12, 2021, 4:13 PM IST

  • પ્રમોશન, CPF અને LTC સહિતના લાભો ન મળતા વિરોધ દર્શાવાયો
  • સરકારમાં અનેક રજૂઆત છતાં નથી આવતો નિકાલ
  • ફરજ પરના કર્મચારીનું દેહાંત થતા પણ નથી મળતી કોઈ સહાય.
  • GMERS નર્સિંગ એસોસિએશન દ્વારા કરાઈ છે રજૂઆત
  • કોરોના યોદ્ધા કહેવાતા કર્મીઓ જ પડતર માગોને લઈ વિરોધ દર્શાવી રહ્યા છે

મહેસાણાઃ વડનગર GMERS સરકારી દવાખામાં ફરજ બજાવતા બાબુલાલ હટાર જેઓ એસોસિએશનના ઉપપ્રમુખ છે. જેઓએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં 1200 જેટલો નર્સિંગ સ્ટાફ GMERS થકી ફરજ બજાવે છે. જેઓને પ્રમોશન , CPF અને LTC ઉચ્ચતર સહિતના કોઈ લાભો આપવામાં આવ્યા નથી.

વડનગર GMERSમાં સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

આ પણ વાંચોઃ મુસ્લિમ સમાજે NRC અને CAAનો કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો

તેમની પડતર માંગણીઓની છેલ્લા 5 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે

હાલમાં કોરોના કાળ હોઈ કે સામાન્ય સંજોગોમાં પણ ચાલુ ફરજ પર કોઈ સ્ટાફનું મૃત્યુ નીપજે તો તેમને કોઈ સહાય આપવામાં આવતી નથી. મેડિકલ એલાઉન્સ પણ મળતું નથી. ત્યારે તેમની પડતર માંગણીઓની છેલ્લા 5 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે. છતાં કોઈ નિર્ણય ન લેવાતા તેઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર રહીને વિરોધ દર્શાવ્યો હતો અને જો આગળ પણ તેમની માંગણી ન સ્વીકારાય તો લડત આગળ વધારવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.