ETV Bharat / state

કડીમાં SOGની ટીમે રેડ પાડી 2.4 કિલો ગાંજા સાથે આરોપીની અટકાયત કરી - mehsana

મહેસાણાઃ જિલ્લાની SOGની ટીમે જિલ્લામાં ગાંજાના ગેરકાયદેસર વેપારને ડામવા તવાઇ મચાવી હતી. જેમાં આજે વધુ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં કડી ખાતે ગાંજાનો વેપારની માહિતી મળતા રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે રૂપિયા 24 હજારની કિંમતના 2.4 કિલો ગાંજા સાથે આરોપીની અટકાયત કરી હતી.

કડીમાં SOGની ટીમે રેડ પાડી 2.4 કિલો ગાંજા સાથે આરોપીની અટકાયત કરી
author img

By

Published : Aug 2, 2019, 12:54 PM IST

મહેસાણા જિલ્લામાં નશાનો વેપાર જાણે કે બંધ બારણે ફુલ્યો ફાલ્યો હોય તેમ છાશ વ્હારે નશીલા પ્રદાર્થો પોલીસને હાથે લાગી રહ્યા છે, ત્યારે જિલ્લામાં નશાના કારોબાર સામે લાલ આંખ કરતા મહેસાણા SOGની ટીમે મહેસાણા, વિસનગર, વિજાપુર બાદ કડીમાંથી વધુ એક ગાંજાના વેપારીનો ઝડપી પાડ્યો હતો. જેમાં કડી ખાતે રહેતા અજય ઉર્ફે ભોલો ઠાકોર નામનો શખ્સ પોતાના ઘરમાં ગાંજાનુ વેચાણ કરી વેપાર કરતો હોવાની માહિતી મહેસાણા SOGને મળી હતી.

ઇન્ચાર્જ PI એમ.ડી.ચંપાવત પોતાના સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યા પર રેડ પાડતા 24080 ની કિંમતના 2.408 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે આરોપી અજય ઉર્ફે ભોલાને ઝડપી પાડી અને ગાંજો તોલમાપ કરવાના વજન કાંટા અને મોબાઈલ ફોન સહિત કુલ 25,080 રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. કડી પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટ 1985 ની કલમ 8સી,20બી,29 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Intro:

મહેસાણા SOGની ટીમે કડીમાં રેડ કરતા 2.4 કિલો ગાંજા સાથે આરોપીની કરી અટકાયત

મહેસાણા SOGની ટીમે જિલલ્મ ગાંજાના ગેરકાયદેસર વેપારને ડામવા તવાહી મચાવી છે જેમાં આજે વધુ એક ગાંજાનો વેપાર કડીમાં રેડ કરતા સામે આવ્યો છે જેમાં પોલીસે રૂપિયા 24 હજારની કિંમતના 2.4 કિલો ગાંજા સાથે આરોપીની અટકાયત કરી છે Body:

મહેસાણા જિલ્લામાં નશાનો વેપાર જાણે કે બંધ બારણે ફુલ્યો ફાલ્યો હોય તેમ ચગાસ વ્હારે નશીલા પ્રદાર્થો પોલોસને હાથે લાગી રહ્યા છે ત્યારે પોલીસ થી બચી પડદા પાછળ ચાલતા મહેસાણા જિલ્લામાં નશાના કારોબાર સામે લાલ આંખ કરતા મહેસાણા SOGની ટીમે મહેસાણા વિસનગર વિજાપુર બાદ કડી માંથી વધુ એક કેશ ગાંજાના વેપારનો ઝડપી પાડ્યો છે જેમાં કડીમાં રહેતા અજય ઉર્ફે ભોલો ઠાકોર નામનો શકશ પોતાના ઘરમાં ગાંજો વેચી વેપાર કરતો હોવાની મહેસાણા SOGને બાતમી મળતા ઇન્ચાર્જ પીઆઇ એમ.ડી.ચંપાવત પોતાના સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યા પર જઈ રેડ પાડતા 24080 ની કિંમતના 2.408 કી. ગ્રા. ગાંજાના જથ્થા સાથે આરોપી અજય ઉર્ફે ભોલાને ઝડપી પાડી ગાંજો તોલમાપ કરવામાં વજન કાંટા અને મોબાઈલ ફોન સહિત કુલ 25080 રૂપિયાના મુદ્દામાલ સાથે અટકીટ કરી કડી પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટ 1985 ની કલમ 8સી,20બી,29 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે Conclusion:

મહેસાણા SOGની ટિમ દ્વારા ઠેર ઠેર બાતમી આધારે રેડ કરી નશાના કાળા કારોબારને ડામવા પ્રયાસ થઈ રહ્યો છે જોકે ગુજરાતમાં ચાલતો નશાનો વેપાર જે ક્યાંકને ક્યાંક પરપ્રાંત સાથે જોડાયેલો હોવા છતાં રાજ્યની બોર્ડમાં આ નશાનું ઝેર કેવી રીતે ગુસે છે અને કેમ તે રજયમી બોર્ડરમાં ગુસ્તાની સાથે જ અટકાવવાતું નથી તે મોટો સવાલ છે

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.