- વિજાપુરના તિરુપતિ પાર્કમાં ચોરીની ઘટના
- રોકડ અને દાગીના સહિત રૂ. 6.80ની ચોરી
- વિજાપુર પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી
- પાડોશીનો ફોન આવતા મકાન માલિક મહેસાણા પરત ફર્યા
મહેસાણાઃ આ અંગેની વિગત એવી છે કે, વિજાપુરમાં આવેલા 45 તિરુપતિ પાર્કમાં રહેતા શાસ્ત્રી ઠાકર અરવિંદભાઈ કાંતિભાઈ ગયા શનિવારે પોતાના પુત્રના ઘરે અમદાવાદ ગયા હતા. તે દરમિયાન રવિવારે અરવિંદભાઈ પર તેમના પાડોશીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા ઘરનો દરવાજો ખૂલ્લો છે. આથી તેઓ અમદાવાદથી તાત્કાલિક વિજાપુર દોડી આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા ઘરનો આગળના દરવાજાનો નકૂચો તૂટેલો હતો.
તસ્કરો રૂ. 4 લાખના દાગીના પણ લઈ ગયા
ઘરમાં ચોરી થઈ હોવાની આશંકા જતા તેમણે વિજાપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને પોલીસે આવી ઘરમાં તપાસ કરતા તસ્કરો ઘરના અંદરના રૂમમાં રહેલા રોકડ 3 લાખ 80 હજાર અને સોના-ચાંદીના દાગીના જેની કિંમત 3 લાખ મળી કુલ રૂપિયા 6.80 લાખની મત્તા ચોરી ગયા હતા. આથી અરવિંદભાઈ દ્વારા વિજાપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.