મહેસાણાઃ જિલ્લામાં આવેલા દોલતપુરા ગામમાં સારા રસ્તાઓ નથી કે અન્ય કોઈ સુવિધાઓ વિકાસ નથી પામી. ત્યાં આ ગામની પ્રાથમિક શાળાના (Mehsana Dolatpura primary Smart School ) એક શિક્ષકે સ્માર્ટ સ્કૂલ પ્રોજેકટ દ્વારા આંગળીઓના ટેરવે શિક્ષણનો ડિજિટલ પ્રવાહ (Digital Education ) વહેતો કરી શાળા અને શિક્ષણ પદ્ધતિની તાસીર (Smart School Of Mehsana ) બદલી બતાવી છે.
ગામની શાળાને સતત અપડેટ કરતાં રહી બનાવી સ્માર્ટ સ્કૂલ
દોલતપુર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક મેહુલ પ્રજાપતિ શાળામાં (Mehsana Dolatpura primary Smart School ) જોડાયા ત્યારે બ્લેક બોર્ડ પર બાળકોને ભણાવવાની પદ્ધતિને અપડેટ કરતા પોતાના લેપટોપના ઉપયોગ દ્વારા બાળકોને ડિજિટલ શિક્ષણ (Digital Education ) આપવાનું શરૂ કર્યું. જે બાદ તેમના દ્વારા IIMમાં રજૂ કરાયેલ ઇનોવેશનની પસંદગી કરાઈ હતી. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનથી તેઓએ પ્રેરણા મેળવતા દોલતપુરા પ્રાથમિક શાળાને સ્માર્ટ સ્કૂલ (Smart School Of Mehsana ) બનાવવાની પ્રેરણા મેળવી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ખાનગી સ્કૂલને પણ ટક્કર આપે તેવી આધુનિક સુવિધાથી સજ્જ સરકારી સ્માર્ટ સ્કૂલ તૈયાર
શાળામાં લાવ્યાં ડિજિટલ ટેકનોલોજી
શાળામાં (Mehsana Dolatpura primary Smart School ) સરકાર અને જનસહયોગથી જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ બે પ્રોજેક્ટર, 60 ટેબ્લેટ, કોમ્પ્યુટર અને ટચ પેનલ સહિત સ્માર્ટ ડિસ્પ્લે લગાવી બાળકોને અતિ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ગામ લોકોએ ક્યારેય વિચાર્યું ન હતું તેવું ડિજિટલ ટેકનોલોજી (Digital Education ) સાથે આંગળીઓના ટેરવે વિદ્યાર્થીઓ સ્માર્ટ પદ્ધતિથી શિક્ષણ મેળવતા દોલતપુરા પ્રાથમિક શાળા એક મોડલ સ્માર્ટ સ્કૂલ (Smart School Of Mehsana )તરીકે રાજ્યમાં ખ્યાતિ પામી છે.
શિક્ષકની પુત્રીએ પણ કર્યાં મોટા કામ
દોલતપુરા શાળાના પ્રેરણાસ્ત્રોત શિક્ષક મેહુલ પ્રજાપતિની ICT વર્ગ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે. જેમાં તેમની દીકરી ચેલ્સીએ તેમના પાસેથી માર્ગદર્શન અને પ્રેરણા મેળવી લોકડાઉનના સમયનો સદઉપયોગ કરતા કોમ્યુટર કોર્ડિંગ અમે લેંગ્વેજીસનો દ્વારા 25 જેટલા કવિઝ, શિક્ષણ અને રમતગમતના વિવિધ પ્રોજેક્ટો (Smart School Of Mehsana )તૈયાર કર્યાં.
આ પણ વાંચોઃ અહીં ખાનગી શાળાના વિદ્યાર્થીની સરકારી શાળામાં પ્રવેશ માટે દોટ, જુઓ વીડિયો
ચેલ્સી NCIT સ્પર્ધામાં પસંદગી પામી
તેની નાની ઉંમરે ટેકનોલોજી અને ડિજિટલ જ્ઞાનનો ભંડાર ભેગો કરતા NCITની રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લઈ પોતાના પ્રોજેકટ રજૂ કરવા માટે પસંદગી પામી છે. આમ સરકારી શાળાના એક શિક્ષક પિતા અને સરકારી શાળાની એક વિદ્યાર્થિની પુત્રીએ (Mehsana Dolatpura primary Smart School ) રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાઓમાં પસંદગી પામી મહેસાણા જિલ્લા અને રાજ્યનું ગૌરવ (Smart School Of Mehsana ) વધાર્યું છે.