ETV Bharat / state

મહેસાણામાં કોરોના 'કાળે' કરી કમાલ, જિલ્લામાં મેલરીયા-ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો - કોરોના વાઇરસ

મહેસાણા જિલ્લામાં કોરોના કાળ દરમિયાન અનેક લોકો સ્વચ્છતા અને આરોગ્યની સંભાળ રાખતા થયાં છે. જો કે, આ જ પરિસ્થિતિ વચ્ચે હવે આવેલા જનજાગૃતિ થકી આવેલા બદલાવ અને તંત્રની કામગીરીને પગલે જિલ્લામાં ગત વર્ષની સ્થિતિ જોતા ચાલુ વર્ષે મેલેરિયામાં 28 ટકા અને ડેન્ગ્યુ જેવા રોગોના કિસ્સામાં 50 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

mehsana
મહેસાણા જિલ્લામાં કોરોના કાળે કરી કમાલ, જિલ્લામાં મેલેરિયા-ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો
author img

By

Published : Sep 19, 2020, 1:11 PM IST

મહેસાણા: સામાન્ય રીતે ભારતમાં શિયાળો ઉનાળો અને ચોમાસુ આ ત્રણેય ઋતુઓનો અનુભવ થાય છે, ત્યારે સીઝનના બદલાવ સાથે જનજીવન અને આરોગ્ય પર ક્યાંકને ક્યાંક માઠી અસર પણ વર્તાતી હોય છે. આ સ્થિતિ વચ્ચે ચોમાસાની સીઝનમાં રોગચાળાની ભીતિ વધી જતી હોય છે. જેમાં સિઝનની સાથો સાથ રોગચાળા સામે રક્ષણ મેળવવા લોકોની અસભાનતા પણ જવાબદાર રહેતી હોય છે.

મહત્વનું છે કે, આજે કોરોના કાળમાં વાઇરસની અસરથી બચવા વારંવાર હાથ ધોવા, મોઢું ઢાંકવું, પુરા વસ્ત્રો પહેરવા સહિતની તકેદારી રાખવા લોકો ટેવાઇ ગયા છે, પરંતુ ચોમાસાની સિઝન હોવાથી હાલમાં ઠેર-ઠેર ક્યાંક મ્યુનિસિપાલિટી તંત્રની બેજવાબદારી તો ક્યાંક નાગરિકોની અજાગૃતતા આજે જાહેર જગ્યાઓ પર ગંદકીના ઢગ સર્જી રહ્યી છે. શહેરી વિસ્તારોની પરિસ્થિતિ જોતા મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જિલ્લાના નાગરિકોને ડેન્ગ્યુ અને મેલેરિયાથી બચાવવા આગમચેતીના ભાગ રૂપે કડી વિસનગર ઊંઝા અને મહેસાણા સહિતના વિસ્તારોમાં ખાસ પ્રકારે વેકટલ કન્ટ્રોલ ટીમ દ્વારા વરસાદી પાણી ભરાયા હોય ત્યાં જંતુનાશક દવા છાંટવાની કામગીરી કરવામાં આવી રહી છે.

મહેસાણા જિલ્લામાં કોરોના કાળે કરી કમાલ, જિલ્લામાં મેલેરિયા-ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકો, નવજાત શિશુ અને સગર્ભા તેમજ ધાત્રી માતાઓને જંતુનાશક દવા યુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી માતા અને બાળક બન્ને મચ્છરજન્ય રોગોથી મુક્ત રહી શકે. સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં વરસાદના પાણી જે તે જગ્યા કે, ચીજ વસ્તુઓમાં ભરાઈ રહેતા તેમાં પોરા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો રોગચાળો ફાટી નીકળતો હોય છે.

આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી કેટલાંક અદ્યોગિક અને રહેઠાણ વિસ્તારમાં ખુલ્લામાં વરસાદી પાણી ભરી રાખી નિકાલ ન કરતા બેજવાબદારો સામે ચેતવણી આપવા નોટિસ આપી સતર્ક કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં વર્ષ 2019ની સરખામણીએ ચાલુ વર્ષે મેલેરિયાના કેસમાં ઓગસ્ટ માસ સુધીમાં 28 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ ડેન્ગ્યુની બીમારીના કિસ્સામાં 50 ટકા જેટલા કેસોનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.