ETV Bharat / state

જળ દિવસ: રાજ્યમાં સુએજ પ્લાન્ટ બનાવી કરાય છે ગટરના પાણીને રિસાયકલ - sewage plan

મહેસાણા જિલ્લાનો એક માત્ર પ્લાન્ટ વિસનગરમાં નિર્મિત છે, જે 26 કરોડના ખર્ચે ઓટોમેશન સિસ્ટમ પર બે પ્લાન્ટ કામ કરશે. રાજ્યમાં સુએજ પ્લાન બનાવી ગટરના પાણીને રિસાયકલ કરાય છે તેમજ દૂષિત પાણીને શુદ્ધ કરી એગ્રિકલચર અને ઇન્ડસ્ટ્રીઝમાં મોકલવામાં આવે છે.

26 કરોડના ખર્ચે ઓટોમેશન સિસ્ટમ પર કામ કરશે બે પ્લાન્ટ

author img

By

Published : Mar 21, 2021, 11:10 PM IST

  • દૂષિત પાણીને શુદ્ધ કરી એગ્રિકલચર અને ઇન્ડસ્ટ્રીઝમાં મોકલાય છે
  • મહેસાણા જિલ્લાનો એક માત્ર પ્લાન્ટ વિસનગરમાં નિર્મિત
  • 26 કરોડના ખર્ચે ઓટોમેશન સિસ્ટમ પર કામ કરશે બે પ્લાન્ટ

મહેસાણા: જળ એ જીવન છે આ વાક્ય હાલના સમયમાં ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યું છે, ત્યારે જીવનના નિર્વાહ માટે દરેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે. માટે આજે વિશ્વ જળ દિવસ પર વાત કરીશું પાણીના સદુપયોગ અને પાણીના રિસાયકલિંગથી થતાં ફાયદાની...

જળ દિવસ: રાજ્યમાં સુએજ પ્લાન્ટ બનાવી કરાય છે ગટરના પાણીને રિસાયકલ
  • પ્લાન્ટમાં કલોરીફિકેશન, ફિલ્ટરેશન અને વેક્યુમ પ્રેશરથી પાણી શુદ્ધ કરવામાં આવે છે.
  • 15mld અને 5 mld પ્લાન્ટથી મિલિયન લીટર પાણી શુદ્ધ કરી શકાય છે.
  • આ પ્લાન્ટથી 6.5 થી 09. PH જેટલું શુદ્ધ પાણી પ્રાપ્ત થઈ શકે છે.
  • આ પ્લાન્ટમાં ગટરના પાણીને શુદ્ધ કરતાં ખાતરનું ઉત્પાદન થાય છે.

આ પણ વાંચો: ભાવનગરમાં સુએજ વ્યવસ્થા અપૂરતી, નવા પ્લાન્ટ બાદ સંપૂર્ણ વ્યવસ્થા થશે

એક માત્ર 12 MLT ક્ષમતા ધરાવતો વોટર શુદ્ધિકરણ પ્લાન્ટ વિસનગરમાં સ્થપાયો

પાણી અને વાણી સમજીને ઉપયોગ કરવો જોઈએ એ વડવાઓ કહી ગયા છે, પરંતુ આજે પાણીનો ઉપયોગ ઘરકામથી લઈ ઔદ્યોગિક એકમો અને ખેતીવાડી પશુપાલન સહિતના ક્ષેત્રે મહતમ થઈ રહ્યો છે. તો ક્યાંક બિન જરૂરી પાણીના ઉપયોગથી રોજીંદુ મિલિયન લીટર જેટલું પાણી ગટરમાં જ વહી જાય છે, ત્યારે પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા અને સદુપયોગથી પાણીની બચત કરવા સરકારે રાજ્યમાં સુએજ વોટર પ્લાન્ટ શરૂ કર્યા છે. જેમાંનો મહેસાણા જિલ્લાનો એક માત્ર 12 mlt ક્ષમતા ધરાવતો વોટર શુદ્ધિકરણ પ્લાન્ટ વિસનગરમાં સ્થાપવામાં આવ્યો છે. આ પ્લાન્ટથી ગટરમાં વહી જતું દૂષિત પાણી પ્લાન્ટમાં લાવી ગંદકીયુક્ત પાણીને ઇનલેટ ટાંકામાં એકત્ર કરી તબક્કાવાર મિશ્રણ, એર ફ્લોવ, ફિલ્ટરેશન અને ક્લોરીફિકેશન સહિતની પ્રક્રિયા કરી પસાર કરતાં દૂષિત પાણી 6.5 થી 09 PH સુધીનું શુદ્ધ પાણી બની પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીએ 2100 આવાસ યોજના, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન અને સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું

સરકારના પ્રયત્નો ખરા અર્થમાં સાર્થક સાબિત થઈ રહ્યા છે

પાણી શુદ્ધિકરણ સમયે તેમાં રહેલો દૂષિત કચરો કે બગાડ અન્ય એક ખાતર ટેન્કમાં એકત્ર કરાય છે, ત્યારે આ પ્રકારના સુએજ પ્લાન્ટથી ઇન્ડસ્ટ્રીઝ કે ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય તેવું લાખ્ખો લીટર શુદ્ધ પાણી અને ખાતર પ્રાપ્ત થાય છે. આમ, પીવાલાયક પાણી પૂરતી માત્રામાં નાગરિકોને મળી રહેશે અને ખેતી કે ઇન્ડસ્ટ્રીઝમાં આ શુદ્ધિકરણ કરેલું પાણી પહોંચાડી શકાશે. જેથી પાણીનો એકવાર ઉપયોગ થયા બાદ પણ બીજી વાર તેને ઉપયોગમાં લઈ શકાય છે. આમ, આજે સરકારના પાણી બચાવો અને પાણીનો યોગ્ય ઉપયોગ થાય તે માટેના પ્રયત્નો ખરા અર્થમાં સાર્થક સાબિત થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.