ETV Bharat / state

NCPCR અને NCB દ્રારા મહેસાણા જિલ્લાની બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે કરાઈ પસંદગી - Selection of Mehsana district as Best Performance District

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (National Commission for the Protection of Child Rights) તેમજ નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો (Narcotics Control Bureau) દ્રારા મહેસાણા જિલ્લાની બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે પસંદગી કરવામાં આવી છે.

NCPCR અને NCB દ્રારા મહેસાણા જિલ્લાની બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે કરાઈ પસંદગી

author img

By

Published : Feb 20, 2022, 11:20 AM IST

મહેસાણા: જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન અને પ્રેરણાથી મહેસાણા જિલ્લાની રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (National Commission for the Protection of Child Rights) તથા નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો (Narcotics Control Bureau) દ્રારા મહેસાણા જિલ્લાને બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે પસંદગી કરવામાં આવી છે. 2જી માર્ચ 2022નારોજ નવી દિલ્હી ખાતે જિલ્લા કલેક્ટરનું બહુમાન કરવામાં આવનાર છે.

મહેસાણા જિલ્લાને બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે પસંદગી

સમગ્ર રાષ્ટ્રમાં વિવિધ જિલ્લામાંથી મહેસાણા જિલ્લાની પસંદગી થતાં મહેસાણા જિલ્લાના નાગરિકોને શ્રેષ્ઠ જિલ્લાની કામગીરી તરીકેનું બહુમાન મળ્યું છે. ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી દ્રારા સમગ્ર ભારતમાં 272 જિલ્લામાં "નશા મુક્ત ભારત અભિયાન"ની (Nasha Mukt Bharat Abhiyaan) શરૂઆત 15 ઓગસ્ટ 2022થી કરવામાં આવેલ હતી. જેમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (National Commission for the Protection of Child Rights) દ્રારા "ડ્ર્ગ્સ અને અન્ય માદક પદાર્થોથી બાળકોનો બચાવ" અંર્તગત જિલ્લાનો જોઇન્ટ એકશન પ્લાન બનાવવામાં આવેલ હતો.

આ પણ વાંચો: શ્રમજીવી પરિવારના બાળકોની કાળજી રાખે સ્થાનિક તંત્ર : NCPCR

મહેસાણા જિલ્લામાં તાલીમ કાર્યક્રમો કરવામાં આવ્યા

રાષ્ટ્ર કક્ષાએ બનાવેલ એકશન પ્લાન અંતર્ગત સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગ દ્રારા બાળકો સાથે કામ કરતાં વિભાગો સાથે સંકલન કરી જાગૃતિ કાર્યક્રમો,વ્યસન મુક્તિ રથ શાળાઓ, કોલેજોમાં નશા મુક્ત અંર્તગત ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા, વક્તૃતૃત્વ સ્પર્ધા, પેઇન્ટીગ વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહેસાણા જિલ્લાની બાળ સંભાળ સંસ્થાઓ, ઓબ્ઝર્વેશન હોમ, મધ્યસ્થ જેલ વગેરે જગ્યાએ સેમીનાર કરવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં પસંદ કરાયેલ વોલેન્ટીયર, સ્ટેક હોલ્ડર, ચાઇલ્ડ લાઇન, ગામનાં આગેવાનો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓને સાંકળીને તાલીમ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: NCPCR બાળકોને દત્તક લેવાની પોસ્ટ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસે માગી વિગત

નવી દિલ્હી ખાતે જિલ્લા કલેક્ટરનું બહુમાન કરવામાં આવશે

મહેસાણા જિલ્લામાં કલેકટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શનથી કરેલ કામગીરીને ધ્યાને લઇને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (National Commission for the Protection of Child Rights) તથા નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો (Narcotics Control Bureau) દ્રારા મહેસાણા જિલ્લાને બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે પસંદ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨જી માર્ચ 2022ના રોજ નવી દિલ્હી ખાતે જિલ્લા કલેક્ટરનું બહુમાન કરવામાં આવનાર છે. મહેસાણા જિલ્લાના આ બહુમાન મળતાં જિલ્લા કલેકટરે ટીમ મહેસાણાને અભિનંદન પાઠવેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.