- જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતોમાં ભાજપના પદાધિકારીઓ થશે નક્કી
- 5 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાના પદાધિકારીઓ માટે ચૂંટણી યોજાશે
- ઊંઝા નગરપાલિકામાં ભારે રસાકસી સર્જાય તેવી શક્યતાઓ
મહેસાણા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજની કમાન સાંભળનારા પદાધિકારીઓની વરણી થવા જઈ રહી છે. જેમાં મહેસાણા જિલ્લા પંચાયત અને 10 પૈકી 9 તાલુકા પંચાયતમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવતું જોવા મળ્યું છે, તો જિલ્લાની 10માંથી 5 તાલુકા પંચાયતોમાં ભાજપના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે એક-એક વ્યક્તિની ઉમેદવારી હોવાથી બિનહરીફ જાહેર થશે. જ્યારે અન્ય 5 તાલુકા પંચાયતોમાં ચૂંટણી થશે. 4 નગરપાલિકામાં પણ પદાધિકારીઓનો હોદ્દો મેળવવા ભાજપ-કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ ઉમેદવારી કરતાં ચૂંટણી યોજાશે, તો ઊંઝા નગરપાલિકામાં ભારે રસાકસી જોવા મળનારી છે.
આ પણ વાંચો: પાટણ નગરપાલિકામાં નવા હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો
હાલના સંજોગે નીચે મુજબ મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજના પદાધિકરીઓની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
ભાજપમાંથી પ્રમુખ પદ માટે બહુમતી સાથે એક ફોર્મ ભરાયું હતું. નાની કડી બેઠક પરથી વિજેતા ઉમેદવાર પ્રહ્લાદ પરમાર જિલ્લા પંચાયત મહેસાણાના પ્રમુખ બનશે. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પદે અંબારામ ઠાકોરની વરણી થશે. મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયત પૈકી 5 બિનહરીફ બૂધવારે 5માં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે. ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ પદે સીતાબેન પટેલ અને ઉપપ્રમુખ મહેશ ચૌધરી બિનહરીફ છે. જોટાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે બળદેવ સોલંકી અને ઉપપ્રમુખ શિલ્પાબેન પટેલ બિનહરીફ છે. બહુચરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સોનલબેન પટેલ અને ઉપપ્રમુખ સોનબા ઝાલા બિનહરીફ છે. વડનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે પરેશ પટેલ અને ઉપપ્રમુખ મહેન્દ્ર ઠાકોર બિનહરીફ છે. વિસનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સુમિત્રાબેન પટેલ અને ઉપપ્રમુખ નીતાબેન ઠાકોર બિનહરીફ છે.
આ પણ વાંચો: મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી
પદાધિકારી ભાજપના ચૂંટાઈ તેવી પૂર્ણ શક્યતાઓ
મહેસાણા, કડી, ખેરાલુ, સતલાસણા અને વિજાપુર તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાશે જ્યારે 4 તાલુકા પંચાયતોમાં ભાજપની બહુમતી સાથે પદાધિકારી ભાજપના ચૂંટાઈ તેવી પૂર્ણ શક્યતાઓ રહેલી છે.