ETV Bharat / state

મહેસાણામાં સાસરિયાઓના ત્રાસથી શિક્ષિકાએ જીવન ટુંકાવ્યું - Mahesana

મહેસાણાઃ શહેરની વિસનગર લિંક રોડ પર આવેલા અમનપાર્ક સોસાયટીમાં રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહીલાએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાના પિતાએ પુત્રીના સાસુ-સસરા અને પતિ સામે માનસિક ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

શિક્ષિકાએ ગળેફાંસો ખાધો!
author img

By

Published : May 6, 2019, 11:13 AM IST

મહેસાણામાં વિસનગર લિંક રોડ પર આવેલી અમનપાર્ક સોસાયટીમાં રહેતી નસીમ મન્સૂરીએ 8 વર્ષ પહેલા ઇમરાન સાથે લગ્ન કર્યા હતા. 8 વર્ષના લગ્નજીવન બાદ અચાનક નસીમ મન્સૂરીએ ઘરમાં કોઈ હાજર ન હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર પંખે લટકી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ છે. પરંતુ શિક્ષિકા મહિલાના અપમૃત્યુ બાદ મહેસાણા દોડી આવેલા મૃતકના પિતાએ સાસરિયાઓ દ્વારા દીકરીને માનસિક ત્રાસ અપાતો હોવાની અને 10 લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ કર્યો છે.

મૃતક નશીમના પિતાએ તેમની દીકરીના અપમૃત્યુ માટે પતિ ઇમરાન અને સાસુ સસરાની દુસ્પ્રેરણાને જવાબદાર ઠેરાવી છે. ત્યારે પોલીસે મહિલાના શંકાસ્પદ અપમૃત્યુ કેસમાં મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસમોર્ટમ કરાવી ફરિયાદીની ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણામાં સાસરિયાઓના ત્રાસ થી શિક્ષિકાએ ગળે ફાંસો ખાધો.!

મહેસાણાના વિસનગર લિંક રોડ પર આવેલ અમનપાર્ક સોસાયટીમાં રહેતી અને ખાનગી શાળામાં નિકરી કરતી શિક્ષિકાએ ઘરમાં એકલી હોઈ પંખે લટકી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું ચકચારિક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મૃતક મહિલાના પોતાએ પુત્રીના સાસુ સસરા અને પતિ સામે દીકરીને માનસિક ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે

હાલમાં ગરમી અને કામકાજના ભારણ સાથે તણાવભર્યા જીવનમાં કોઈ વ્યક્તિને સ્વજન વ્યક્તિઓનો સહકાર મળે તો માનસિક તણાવ દૂર થતો હોય છે પરંતુ જ્યારે સ્વજનો દ્વારા જ જ્યારે તણાવ અપાય ચેબ ત્યારે માનસિક રીતે તે વ્યક્તિ ભાગી પડતી હોય છે કાંઈક એવું જ બન્યું છે 8 વર્ષ પહેલાં લગ્ન કરી પારકાને પોતાના કરી મહેસાણામાં આવેલી અમનપાર્ક સોસાયટીમાં રહેતા ઇમરાન સાથે લગ્ન કરનાર નસીમ મન્સૂરી સાથે કે નસિમે પોતાના ઘરમાં કોઈ હાજર ન હોઈ કોઈ અગમ્ય કારણોસર પંખે લટકી ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો છે પરંતુ શિક્ષિકા મહિલાના અપમૃત્યુ બાદ મહેસાણા દોડી આવેલા મૃતકના પિતા એ સાસરિયાઓ દ્વારા દીકરીને માનસિક ત્રાસ આપતો હોવાની અને 10 લાખ રૂપિયા માંગવાના આક્ષેપ સાથે નશીમના અપમૃત્યુ માટે તેના પતિ ઇમરાન અને સાસુ સસરાની દુસ્પ્રેરણાને જવાબદાર ઠેરાવી છે ત્યારે પોલીસે મહિલાના શંકાસ્પદ અપમૃત્યુ કેશમાં મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ કરાવી ફરિયાદીની ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે 

રોનક પંચાલ , ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.