ETV Bharat / state

તૌકતે વાવાઝોડા બાદ મહેસાણામાં વેક્સિનેશન પુનઃ શરૂ કરાયું - કોરોના રસી

તૌકતે વાવાઝોડા બાદ મહેસાણામાં વેક્સિનેશન પુનઃ શરૂ કરાયું છે. જિલ્લામાં કુલ 30 સ્થળે 18થી 45 વયના લોકોને 6,000 ડોઝની ફાળવણી કરવામાં આવી છે. આ તકે કોરોના રસી લેવા આવનારા લોકોને પદ્ધતિ મુજબ ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ કોરોના રસી આપવામાં આવી રહી છે.

તૌકતે વાવાઝોડા બાદ મહેસાણામાં પુનઃ વેક્સિનેશન શરૂ કરાયું

author img

By

Published : May 24, 2021, 11:00 PM IST

  • 18થી 45ના વયજૂથના લોકો માટે 6,000 ડોઝની ફાળવણી કરાઇ
  • મહેસાણા જિલ્લામાં એક સેન્ટર પર આપવામાં આવે છે 200 ડોઝ
  • જિલ્લામાં સોમવારના રોજ કુલ 35 સેન્ટર્સ પર વેક્સિનેશન કામગીરી કરાઇ

મહેસાણા : જિલ્લમાં સોમવારના રોજ રસીકરણની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી સમયે લોકોમાં જાગૃતિ આવતા લોકો કોરોના રસી લેવા માટે આગળ આવી રહ્યા છે. આવા સમયે તૌકતે વાવાઝોડાને કારણે સરકારની સૂચનાથી 3 દિવસ માટે કોરોના રસીકરણની કામગીરી બંધ રાખવામાં આવી હતી. જે સોમવારના રોજથી રાબેતા મુજબ શરુ કરવામાં આવી છે. સોમવારના રોજ 18થી 45ની વયજૂથના લોકો માટે 6,000 ડોઝ ફાળવવામાં આવ્યા હતા.

તૌકતે વાવાઝોડા બાદ મહેસાણામાં પુનઃ વેક્સિનેશન શરૂ કરાયું

આ પણ વાંચો: રાજ્ય સરકારે 18થી 44 વર્ષના લોકો માટે વેક્સિનના 16 લાખ ડોઝ ખરીદ્યા

18થી 45 વર્ષની વયના લોકો માટે કુલ 6,000 ડોઝ ફાળવાયા

મહેસાણા જિલ્લામાં વાવાઝોડા બાદ કોરોના રસીકરણની કામગીરી પુનઃ શરૂ થતાં 18થી 45 વર્ષની વયજૂથના લોકોને 30 સ્થળો પર કોઈ એકની પસંદગી કરી ઓનલાઈન મંજૂરી બાદ કોરોના રસી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોમવારના રોજ એક સેન્ટર પર 200 ડોઝ પ્રમાણે જિલ્લામાં 18થી 45 વર્ષની વયના લોકો માટે કુલ 6,000 ડોઝની ફાળવણી કરવામાં આવી છે.

45 વર્ષથી વધુ વયના લોકો માટે જિલ્લામાં 35 સ્થળોએ કોરોના વેક્સિનેશન

મહેસાણા જિલ્લામાં 45થી વધુ ઉંમરના લોકો માટે પણ કોરોના રસીકરણની કામગીરી વાવાઝોડા બાદ પુનઃ શરૂ કરવામાં આવી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં સોમવારના રોજ કુલ 35 સ્થળોએ 45થી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. જે માટે ડોઝની સંખ્યા નક્કી કરાઈ નથી. જેમ લાભાર્થી આવે તેમ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: જયંતિ રવીની જાહેરાત: રાજ્યમાં વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન જોઈશે જ

કોરોના વેક્સિનેશનથી લોકો ખુશ

મહેસાણા જિલ્લામાં કોરોના સામેના રક્ષણ માટે 18થી 45 વર્ષ અને તેથી વધુની વય ધરાવતા લોકો માટે રસીકરણની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સરકારે રસી માટે સુચારુ આયોજન કર્યું હોવાથી લોકોએ સરકારની રસીકરણની કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત કોરોના રસીકરણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પદ્ધતિમાં સુધાર લાવવા લોકોએ સરકારને સૂચન પણ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.