ETV Bharat / state

મહેસાણા : માનવ આશ્રમ વિસ્તારની 50 સોસાયટીઓને ઉત્તરાયણ અગાઉ નર્મદાનું પાણી મળવાનું શરૂ થશે - gujarat news

મહેસાણા શહેરનાં માનવ આશ્રમ વિસ્તારની સોસાયટીઓને નર્મદાનું પાણી આપવાનો પ્રોજેક્ટ પૂર્ણ થતાં બે વર્ષ લાગી શકે તેમ હોવાથી માનવ આશ્રમ વિસ્તારની 50 સોસાયટીઓ સુધી પાણી પહોંચાડવા માટે નગરપાલિકા દ્વારા અમૃત યોજના અંતર્ગત નાગલપુર રોડ ખાતે 900 મીટર પાઇપલાઇન નાંખીને વિતરણ કરવાનું આયોજન કરાયું છે.

narmada river pipe line
900 મીટર પાઇપલાઇન
author img

By

Published : Jan 8, 2021, 2:24 PM IST

  • નાયબ મુખ્યપ્રધાને સૂચના આપતા કામ શરૂ કરાયું
  • 50 સોસાયટીઓનાં રહિશોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તેવી આશા
  • મુખ્ય પ્રોજેક્ટ પૂર્ણ થતાં 2 વર્ષ લાગે તેવી શક્યતાઓ

ઉત્તરાયણ પહેલાં નર્મદાનું પાણી પહોંચતું કરાશે

ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, માનવ આશ્રમ વિસ્તારના લોકોની નર્મદાનાં પાણીની માંગણી હતી. ઉત્તરાયણ પહેલાં આ વિસ્તારમાં નર્મદાનું પાણી મળતું થાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. હાલ 900 મીટરનાં અંતરમાં પાઇપલાઇન નંખાઇ રહી છે. મહેસાણામાં માનવ આશ્રમ વિસ્તારની 50 સોસાયટીઓને નર્મદાનું પાણી અપાશે. 900 મીટરની પાઇપલાઇનની કામગીરી વચ્ચે હાલ બોર તેમજ નર્મદાનું પાણી મિક્ષ કરીને અપાશે. અગાઉ દેદિયાસણથી નર્મદાનું પાણી માનવ આશ્રમ સુધી પહોંચાડવાના પ્રયાસમાં અંતર વધી જતાં શક્ય બન્યું નહોતું. હવે, નાગલપુર રોડ પર શબરી સ્કૂલથી નિલકંઠ મહાદેવ મંદિર સુધી 900 મીટર અંતરમાં પાઇપલાઇન નખાઇ રહી છે. અમૃત યોજનામાં આ કામ થઇ રહ્યું છે અને કલકત્તાથી પાઇપો આવી જતાં સંભવત: ચારથી પાંચ દિવસમાં લાઇન તૈયાર થઇ જશે.

નર્મદાનું પાણી મળતા ટીડીએસનું પ્રમાણ ઘટીને અડધું થઈ જશે

નાગલપુર સમ્પથી પમ્પિંગ કરીને આરટીઓ, હેડુવા, ડમ્પિંગ સાઇટથી શોભાસણ રોડ સુધી નંખાયેલી લાઇનથી દોઢ એમએલડી પાણી એન.જી. સ્કૂલથી માનવ આશ્રમ સુધીની 50 જેટલી સોસાયટીઓને સપ્લાય કરાશે. આ ઉપરાંત સધી માતા અને એન.જી. સ્કૂલ પાસેનાં 15-15 લાખ લિટર અને તાવડિયા ખાતેનાં 5 લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકીમાં બોર અને નર્મદાનું પાણી મિક્ષ કરી વિસ્તારનાં રહીશોને અપાશે. હાલ, લોકોને મળતા બોર આધારિત પાણીમાં ટીડીએસનું પ્રમાણ 1400 જેટલું આવે છે, જે નર્મદાનું પાણી મિક્ષ થતાં ઘટીને 700થી 800 પર પહોંચશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.