- રાજ્યમાં પહેલી મહેસાણા તોલમાપ વિભાગ દ્વારા ઓનલાઈન વિક્રેતાઓ સામે કાર્યવાહી કરાઈ
- રાજ્યની અંદર પહેલો કિસ્સો આવ્યો સામે
- ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરતી કંપનીઓ સામે કાયદાની જોગવાઈ ભંગ બદલ કાર્યવાહી કરાઈ
મહેસાણાઃ હાલમાં તહેવારો શરૂ થઈ ગયા છે ત્યાં પહેલી વાર કોરોના વાયરસની મહામારીએ તહેવારોનો રંગ ફિક્કો પાડી દીધો છે. જોકે સરકાર દ્વારા ગાઈડલાઈનના પાલન સાથે કેટલીક છૂટછાટ આપતા લોકો નાની મોટી ખરીદી કરી ક્યાંક ખુશીઓ મનાવી રહ્યા છે. ત્યારે ઓનલાઈનનો ટ્રેન્ડ હવે વધી રહ્યો છે. તેવામાં ઓનલાઈન ખરીદી સમયે લાલબત્તી સમાન કિસ્સો મહેસાણા તોલમાપ વિભાગની તપાસમાં સામે આવ્યો છે. જાણીતી ઓનલાઈન એજન્સી સામે મહેસાણા તોલમાપ વિભાગે કાર્યવાહી કરી છે.
તોલમાપ વિભાગે વેબસાઈટ પર મુકાયેલી પ્રોડક્ટ તપાસતા નીતિ નિયમોનું ઉલ્લંઘન કર્યાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત મોબાઈલ કંપનીના મોબાઈલ ફોન પ્રોડક્ટ મામલે પણ કાર્યવાહી થઈ છે. ઓનલાઈન પ્રોડક્ટ વેચાણ મામલે રાજ્યમાં પહેલી વાર મહેસાણાના તોલમાપ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન કંપનીની સાઈટ પરથી ફેશિયલ કિટ અને પ્રિસ્ક્રબ પ્રોડક્ટ મામલે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે રાજકોટની શાહનાઝ હુસેન પ્રોડ્કટ નામની કંપની સામે પણ કાર્યવાહી થઈ છે.
- તોલમાપ વિભાગનું ઓનલાઈન પ્રોડક્ટ વેચાણ મામલે રાજ્યમાં પહેલીવાર સર્ચ ઓપરેશન
મહેસાણા તોલમાપ વિભાગ જાણે કે ગ્રાહોકો સાથે થતી છેતરપિંડી અટકાવવા તનતોડ મહેનત કરી રહ્યું હોય તેમ લૉકડાઉનમાં અનેક વેપારીઓ ગ્રાહકો સાથે એમઆરપીથી વધુ ભાવ લેવા સહિતની નિયમો અને કાયદા વિરૂદ્ધની કામગીરી બદલ દંડનીય કાર્યવાહી કરી છે. ત્યારે હવે મહેસાણા તોલમાપ વિભાગ ઓનલાઈન પ્રોડક્ટ વેચાણ કરી ગ્રાહકોને પૂરી માહિતી ન દર્શવાતા વિક્રેતાઓ અને પ્રોડક્ટ ઉત્પાદન કર્તાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.
- જાણીતી કંપનીઓની પ્રોડક્ટ સામે કાર્યવાહી કરાઈ
મહેસાણા તોલમાપ વિભાગ દ્વારા હાલમાં ફેસ્ટિવલ ઓફરો મૂકી ઓનલાઈન ખરીદી માટે ગ્રાહકોને આકર્ષતી જાણીતી કંપનીઓની વેબસાઈટ તપાસવામાં આવી હતી, જેમાં કંપનીની મોબાઈલ પ્રોડક્ટ પર સરકારની ગાઈડલાઈન મુજબ નિર્દેશનો કરેલ ન હોવાનું સામે આવ્યું હતું તો એક જાણીતી ઓનલાઈન વિક્રેતા કંપની પરથી શાહનાજ હુસેન કંપનીની ફેશિયલ કિટ પ્રિ સ્ક્રબ પ્રોડક્ટ પણ સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી વેચાણ માટે મુકાઈ હોવાનું બહાર આવ્યું હતું. મહેસાણા તોલમાપ વિભાગ દ્વારા મોબાઈલ કંપનીના નિર્દશનો દર્શાવ્યા સિવાય વેચાણ માટે મૂકાયેલી મોબાઈલ પ્રોડક્ટ અને રાજકોટની શાહનાઝ પ્રોડક્ટ ફેશિયલ કિટ સહિત પ્રિસ્ક્રબ પ્રોડક્ટના નિર્દેશનો ન દર્શાવવા મામલે કાયદાનો ભંગ કરાતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા કાયદાના ધ લીગલ મેટ્રોલિજી નિયમ 6(1)ના પેટાનિયમ- 10ના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
- મૂળ માહિતી ન દર્શાવતા ઉત્પાદકો અને વિક્રેતાઓ સામે સર્ચ યથાવત રહેશેઃ તોલમાપ અધિકારી
મહેસાણા જિલ્લા તોલમાપ અધકારી એન. એમ. રાઠોડ દ્વારા મહેસાણા જિલ્લા ઉપરાંત સરકારના આદેશથી રાજ્યના અન્ય જિલ્લામાં પોતાની એક્સપર્ટ ટીમ સાથે અનેક વેપારીઓ અને ઉત્પાદકો સામે કાયદાના ભંગ બદલ અસરકારક કામગીરી કરવામાં આવી છે. ત્યારે ઓનલાઈન પ્રોડક્ટમાં કયદાનો ભંગ થતો હોવાની તપાસ કરી રાજ્યમાં વધુ એક વાર મહેસાણા તોલમાપ વિભાગની ટીમે નોંધપાત્ર કાર્યવાહી કરી બતાવી છે. ત્યારે આગામી દિવસોમાં ગ્રાહકોના હિતમાં મહેસાણા તોલમાપ વિભાગ સતત ઓનલાઈન સહિત ઓફલાઈન વેપાર અને ઉત્પાદન એકમો પર ખાનગી રાહે તપાસ કરી કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરશે તેવી તૈયારી બતાવવામાં આવી રહી છે.