ETV Bharat / state

મહેસાણામાં મેઘમહેર, લોકોએ ગરમીથી રાહત અનુભવી

મહેસાણાઃ સમગ્ર રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં પણ મેઘ મહેર થઈ રહી છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આકાશમાં સ્પ્તરંગી મેઘધનુષ 20 મીનિટ દેખાતા લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.

મહેસાણામાં મેઘમહેર, લોકોએ અનુભવી ગરમીથી રાહત
author img

By

Published : Jun 18, 2019, 1:39 PM IST

ભારે ઉકળાટ બાદ હવે મૌસમ બદલાઈ રહી છે. ઠેર ઠેર ધીમીધારે વરસાદથી ચોમાસાની ઋતુનું આગમન થઈ ચુકયું છે. મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. જેથી લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. અવકાશમાં વહેલી સવારે સર્જાયેલા મેઘધનુષે પણ ચોમાસાને વધુ આહ્લાદક બનાવ્યો હતો.

મહેસાણામાં મેઘમહેર, લોકોએ અનુભવી ગરમીથી રાહત

20 મિનિટ સુધી અવકાશમાં સપ્તરંગી મેઘધનુષના અર્ધ સર્કલની કુદરતની મનમોહક રચનાને જોવા લોકો આકર્ષિત બન્યા હતા. મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તો ઘેરા કાળાડીબાંગ વાદળ થી અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો. બીજી તરફ રસ્તા ઉપર પાણીનો ભરાવો થતાં રાહદારીઓ અને વાહનચાલકો હેરાન થયા હતાં. વરસાદ જામતા ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

સમગ્ર રાજ્ય સહિત મહેસાણા જિલ્લા માં પણ મેઘ મહેર થઈ રહી છે જ્યાં વહેલી સવાર થી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યાં કુદરતે પણ પોતાની કલા પ્રદર્શિત કરતા 20 મિનિટ જેટલું સપ્તરંગી મેઘધનુષે ચોમાસના રંગીન મિજાજમાં ચાર ચાંદ લગાવ્યા છે તો મહેસાણા વાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

તાજેતરમાં ભારે ઉકળાટ બાદ હવે મૌસમ બદલાઈ રહી છે ને ઠેર ઠેર ધીમીધારે વરસાદ થી ચોમાસાની ઋતુનું આગમન થઈ ચુકયું છે ત્યારે મહેસાણા જિલ્લામાં પણ મેઘ મહેર થતા લોકો ગરમી થી હવે રાહત અનુભવી રહ્યા છે ત્યાં અવકાશમાં આજે વહેલી સવારે સર્જાયેલા મેઘધનુષે પણ ચોમાસુ બેઠું હોવાની વાત પર મહોર મારતા 20 મિનિટ સુધી અવકાસમાં સપ્તરંગી મેઘધનુષના અર્ધ સર્કલની કુદરતની મનમોહક રચનાને જોવા લોકો આકર્ષિત બન્યા હતા સામાન્ય રીતે મહેસાણા જિલ્લા પંથકમાં વહેલી સવાર થી જ વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે તો ઘેરા કાળા ઢીબંગ વાદળો થી અંધારપટ જેવો માહોલ રહેતા લોકોને મકાનમાં લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી રહી છે ટી બીજી તરફ રસ્તા પર જતાં વાહન ચાલકો અને પદયાત્રીઓ પણ વરસાદને પગલે રસ્તા પર ભરાયેલા પાણી ને પગલે પરેશાની અનુભવી રહ્યા છે પરંતુ એકન્દ્રે વરસાદને લઈ ખેડૂતો અને લોકોમાં ભારે ખુશીભરી ઠંડક પ્રસરી છે 

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.