કડીના નંદાસણ ગામના એક જાન મહમદ હુસેનભાઈ સિંહે નામના વ્યક્તિએ ઝેરી દવા પી જતા તમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે એક ઇન્જેક્શન આપી નોકરીનો સમય પૂરો થતાં અન્ય મહિલા તબીબ જયશ્રીબેનને ચાર્જ સોંપી તેઓ નીકળી ગયા હતા. જોકે દર્દીને પેટમાં ગંભીર પીડા થતી હોવાથી પરિવારજનો અન્ય હોસ્પિટલ લઈ જવા પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ ડો.જયશ્રીબેન પટેલે આ દર્દી નોર્મલ છે તેવું કહ્યું હતું. જેના થોડા સમય બાદ જ દર્દી મોત થયું હતુ.
ઘટના બાદ મૃતકના પરિવારજનોએ મહિલા તબીબ સહિત સિવિલના બે તબીબોની બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ કરતા હોબાળો મચાવ્યો હતો. જેને પગલે સિવિલ સર્જન અને RMO ઇમરજન્સી વિભાગમાં દોડી આવી મામલો શાંત પાડવા પ્રયાસ કરી ઘટના અંગે તપાસ કરવાની ખાતરી આપી હતી. તે જ સમયે જેના પર બેદરકારીનો આક્ષેપ છે તેવા મહિલા તબીબ જયશ્રીબેને રાજીનામુ આપી દીધુ. મહત્વનું છે કે મહેસાણા સિવિલના કેટલાક તબીબો એટલી હદે બેદરકારી દાખવે છે કે અહીં આવતા ગરીબ મધ્યમવર્ગી દર્દીઓ ક્યાંક ઓપરેશન સમયે શરીરમાં સિઝર(કાતર) રહી જવી તો ક્યાયક યોગ્ય સારવાર ન આપતા મોત થવું જેવી ઘટનાનો ભોગ બને છે. ત્યારે મહેસાણા સિવિલ સર્જન અને આરોગ્ય વિભાગ દ્વારા આ દર્દીના મોત મામલે યોગ્ય તપાસ કરાય છે કે કેમ તે જોવું રહ્યું..!