- કડી સર્વ વિદ્યાલય ખાતે રક્તદાન શિબિરનું આયોજન
- આ વર્ષે 250 યુનિટ જેટલું રક્ત એકત્રિત થયું
- 12 વર્ષમાં 8 હજાર યુનિટથી વધુ રક્ત એકત્રિત થયું
મહેસાણા : કડીમાં શિક્ષણ ક્ષેત્રે અનેક સંસ્થાઓ કાર્યરત છે. મોટાભાગની સામજિક અને શૈક્ષણિક સેવાઓ પૂરી પાડતી સર્વ વિદ્યાલય કડીમાં પૂર્વ ચેરમેન માણેકલાલ સાહેબની 92મી જન્મજયંતી નિમિત્તે ગત 12 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું.
તમામ રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે ભેટ અપાય છે
એક સેવાભાવી પુરૂષને યાદ કરતા આજે પણ કડીમાં સર્વ વિદ્યાલયના કેમ્પસ પરિવાર દ્વારા રક્તદાન શિબિર યોજી સ્ટાફ, વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ સહિતના રક્તદાતાઓને બોલાવી રક્તદાન માટેનું સુંદર આયોજન કરવામાં આવે છે. જેમાં રક્તદાન કરનારા તમામ રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવે છે. આ વખતે આયોજકો દ્વારા રક્તની જરૂરિયાત માટે 250 યુનિટ રક્ત એકિત્રત કરવામાં આવ્યું છે. ગત 12 વર્ષના આ આયોજનથી અત્યાર સુધી કુલ 8 હજાર યુનિટથી વધુ રક્ત રેડ ક્રોસ સોસાયટી દ્વારા સમાજના જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યું છે.
રક્તદાનના દાતાઓને હેલ્મેટ ભેટ કરાયા
રક્તદાતા રક્તદાન કરી જરૂરિયાતમંદોમાં મૂકાયેલા દર્દીઓનું જીવન બચાવે છે. આવા મહાદાનના દાતાઓને તેમની જિંંદગીના રક્ષણ માટે આ રક્તદાન શિબિરમાં હેલ્મેટ ભેટ કરવામાં આવ્યા છે.