- 17 વર્ષ પહેલા કડીમાં લૂંટ અને 4 લોકોની થઈ હતી હત્યા
- આ કેસની વોન્ટેડ મહિલા 17 વર્ષ બાદ ઝડપાઇ
- દિલ્હીમાં અલગ-અલગ વેશ બદલી અને ખોટું નામ રાખીને રહેતી હતી
મહેસાણાઃ મહેસાણાના કડીમાં 17 વર્ષ પહેલા થયેલી ચાર હત્યા(Murder)ના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી એક મહિલાની ધરપકડ(arrested) કરી છે. મહિલા આરોપી રાજકુમારી ઉર્ફે ડિસ્કો યાદવ પોતાના પતિ સાથે મળીને 2004માં કડીમાં ઉટવા ગામની સીમમાં આવેલા મહાકાળી મંદિરમાં એન.આર.આઈ ટ્રસ્ટી સાધ્વી અને બે સેવકનું ગળું કાપી રૂપિયા 10 લાખની લૂંટ(Robbery) કરી હતી. આ મામલે ગુજરાત ATSએ તેના પતિ મહેન્દ્રસિંહ ઉર્ફે ગોવિંદ સિંહ યાદવની એક વર્ષ પહેલા ધરપકડ(arrested) કરી હતી. મહિલા આરોપી પણ પતિની જેમ પોતાનું નામ બદલીને સરોજ નામથી દિલ્હીમાં રહેતી હતી. ત્યારે ટેકનિકલ સર્વેલન્સથી ક્રાઈમ બ્રાન્ચે(Crime Branch) 17 વર્ષથી ફરાર મહિલા આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ કડીમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાએ અન્ય યુવકો સાથે મળી પ્રેમીની કરી હત્યા
સરકારે રૂપિયા 51 હજારનું ઈનામ જાહેર કર્યું હતું
વર્ષ 2004માં હત્યા કર્યા બાદ આ આરોપીઓ ગુજરાત છોડી ભાગી ગયા હતા. આરોપીને પકડવા જે તે સમયે સરકારે 51 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. ગોવિંદ અને તેની પત્ની ગુજરાત પોલીસના ઇતિહાસમાં એવા સૌ પ્રથમ આરોપી હતા, જેને પકડવા માટે સરકારે ઇનામની જાહેરાત કરી હતી. આરોપી પોલીસથી બચવા માટે જુદા- જુદા વેશ ધારણ કરતા હતા અને ચાની દુકાન ચલાવે છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, મહિલા આરોપીનો પતિ પહેલા વડોદરામાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી રહ્યો હતો અને ત્યારબાદ કડીમાં અલગ-અલગ કંપનીમાં કામ કરતો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ રાજસ્થાન ઝાંસીના અલગ-અલગ જગ્યાએ રોકાયો હતો ત્યારબાદ દિલ્હીમાં રહેવા લાગ્યો હતો. મંદિરના ટ્રસ્ટી ચીમનભાઈ પટેલ પોતાની પુત્રવધુ સાથે બનાવના 6 મહિના પહેલાં જ અમેરિકાથી ભારતમાં આવ્યાં હતા અને મંદિરમાં તેમની હત્યા થઈ હતી.
આ પણ વાંચોઃ કટોસણ ગામે ગળું કાપી યુવકની હત્યા કરાઈ
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલે આ દંપતી અન્ય કોઈ બનાવને અંજામ આપ્યો છે કે, કેમ તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બીજા કોઈ રાજ્યોમાં પણ આ દંપતીએ કેટલાક ગુના કર્યા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.