ETV Bharat / state

ભાજપ યુવા મોરચામાં 35 વયથી નીચેના લોકો જ જોડાઈ શકશે: નિર્ણય

author img

By

Published : Jun 19, 2021, 8:36 PM IST

ભાજપના પ્રદેશ સંગઠન (BJP's region organization)ની રચના બાદ ભાજપ યુવા મોરચા (BJP Youth Front)ના સંગઠનની રચના ચાલુ છે. ભાજપ પ્રદેશની યુવા મોરચાની રચના પૂર્ણ થઈ ચૂકી છે. જે મુજબ ગુજરાતને 41 જિલ્લા અને મહાનગરોમાં વહેંચવામાં આવ્યું છે. ત્યારે હવે યુવા મોરચામાં 35 વર્ષથી વધુ વયના લોકોને ન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભાજપ યુવા મુરચામાં 35 વયથી નીચેના લોકો જ જોડાઈ શકશે

  • ભાજપ દ્વારા યુવા મોરચા માટે લેવાયો મહત્વનો નિર્ણય
  • 35થી નીચેની વય ધરાવતા સભ્યો જ રહેશે યુવા મોરચામાં
  • પાર્ટીમાં યુવાઓને તૈયાર કરવા લેવાયો નિર્ણય

મહેસાણા: રાજ્ય સહિત ભારતની સૌથી ઝડપી વિકસિત ભારતીય જનતા પાર્ટી મહત્વના નિર્ણયો માટે હંમેશા ચર્ચામાં રહી છે. ત્યારે, ગુજરાતમાં વધુ એક નિર્ણય પ્રદેશ ભાજપ સંગઠન (BJP's region organization) દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણય ભાજપના યુવા મોરચાને સીધો અસર કરતા છે. જેમાં, અત્યાર સુધી ભાજપ યુવા મોરચા ( BJP YOUTH FRONT) માં કોઈ અનિશ્ચિત વય સાથેના સભ્યો જોડાઈ રહેતા હતા. પરંતુ, હવે ભાજપ યુવા મોરચામાં માત્ર 35 વર્ષથી નીચેની વયના લોકો જ જોડાઈ શકશે. તેવો એક નિર્ણય પ્રદેશ ભાજપ દ્વારા લેવામાં આવ્યો છે.

ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીકાંત પટેલ સાથે ETV Bharatની વાતચીત

રાજ્યમાં ગૃહપ્રધાન રહી ચૂકેલા મહેસાણા જિલ્લાના રજનીકાંત પટેલ હાલમાં પ્રદેશ ભાજપમાં મહામંત્રી તરીકે પદભાર સંભાળી રહ્યા છે. આ સાથે જ ઉત્તર ગુજરાત માટે તેઓ ખાસ પ્રકારે જવાબદારીઓ સંભાળી રહ્યા છે. ત્યારે, ઉત્તર ગુજરાતમાં યુવા મોરચાની રચના અને 35 વર્ષથી નીચેની વયના નિયમ અનુસંધાને તેમની ETV Bharat સાથેની વાતચીતમાં તેઓએ પ્રદેશ ભાજપે યુવોને તક મળે માટે તે આ નિર્ણય લીધો લેવામાં આવ્યો છે તે જણાવ્યું હતું.

યુુવાઓને વધુને વધુ ભાજપ સાથે જોડાઈને તૈયાર થશે

રજનીકાંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, યુુવાઓને વધુને વધુ ભાજપ સાથે જોડાશે અને તૈયાર થશે. યુવા મોરચામાં પહેલા વય મર્યાદા ન હોવાથી નાની અને મોટી વયના લોકો જોડાતા હતા. ત્યારે, હવે યુવા મોરચનો હેતુ જળવાય અને યુવાઓ ભાજપ સાથે યુવા મોરચામાં જોડાઈ તૈયાર થાય તે માટે ખાસ આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં ઉત્તર ઝોનમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યુવા મોરચાની નવી રચના કરાઈ છે. જેમાં કોઈ પણ સભ્ય 35 વયથી વધુ વયનું નથી. આ જ રીતે બાકીના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ આ નિર્ણય મુજબ યુવા મોરચાની રચના કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.