- મહેસાણા ભાગ એકમાં આજથી મળશે નર્મદાનું પાણી
- 76 સોસાયટીઓ મળશે પાણીનો સીધો લાભ
- નર્મદા જળ સમિતિની સોસાયટીઓ સાથે બેઠક યોજાઈ
મહેસાણા: નગરપાલિકામાં માનવાશ્રમ વિસ્તારમાં વર્તાતી પીવાના પાણીની સમસ્યા અંગે અનેક વાર રજૂઆતો કરાઈ હતી છતાં પાલિકામાં કોંગ્રેસનું શાસન હોઈ કોંગ્રેસ આ સમસ્યાનો ઉકેલ લાવી શકી ન હતી તો અંતના તબક્કામાં ભાજપ પાસે સત્તા આવતા નાયબ મુખ્યપ્રધાનના સહયોગથી ભાજપે આ કામને આગળ ધપાવ્યું. મહેસાણા માનવઆશ્રમ વિસ્તારની 75 સોસાયટીઓને નર્મદાના પાણીનો લાભ મળશે. જેથી 50 હજાર જેટલા લોકોની વસ્તીને પીવાના પાણીની સમસ્યાનું નિવારણ થઈ જશે.
આચારસંહિતા વચ્ચે નર્મદાના પાણી લાવવાના કામનો લાભ ખાંટતું ભાજપ
સામાન્ય રીતે ભાજપના શાસન કાળમાં આ કામપૂર્ણ ન થઈ શક્યું અને આજે જ્યારે આ કામ પૂર્ણ થયું છે ત્યારે પાલિકાની ચૂંટણી માટે જાહેરનામું અને આચારસંહિતા અમલમાં છે છતાં રાજકીય રીતે ભાજપ આ કામ પૂર્ણ થયાની ખુશીઓ વહેંચતા પોતાના પ્રચારનો લ્હાવો પણ લઈ રહ્યું છે..!