સમગ્ર રાજ્યમાં ગરમીના કહેર વચ્ચે મહેસાણામાં પણ તાપમાનનો પારો 41 થી 43 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. જેમાં સામાન્ય માણસને તો ગરમીમાં ચાર દીવાલ વચ્ચે આશરો મળી જાય છે. પરંતુ ફરજમાં બંધાયેલા ST કર્મચારીઓનું શુ...? તે એક મોટો સવાલ છે. જ્યાં ST બસ ડ્રાઇવરો અને કંડક્ટરોને ગરમીમાં ડીહાઈડ્રેશનની અસરથી બચવા હવે ST બસ સ્ટેશનમાં ORS પીવડાવવા માટેના કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પ પરથી ST બસના કર્મચારીઓને વિનામૂલ્યે ORS પીવડાવવામાં આવશે અને ગરમીમાં ડ્રાઇવર કન્ડક્ટરોને પોતાની ફરજ સ્વસ્થ રીતે નિભાવી શકે અને પેસેન્જરોને લઈ જતા ડ્રાઇવરનું એકાએક ગરમીથી સ્વાસ્થ્ય બગડતા જે જોખમો ઉભા થાય છે તેવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને જેને લઇને આ ORS કેમ્પ આશીર્વાદ રૂપ નીવડી શકે છે