ETV Bharat / state

Organ donation in Gujarat :માર્ગ અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના બાસ્કેટબોલ પ્લેયર દક્ષનું મૃત્યુ, માતા-પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો - માતા-પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો

માર્ગ અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના બાસ્કેટબોલ પ્લેયર(National level basketball player) દક્ષને પ્રેકિટસ કરીને ઘર પરત ફરતી વખતે રોડ અકસ્માત નડ્યો હતો.જેમાં તેને ગંભીર ઇજા થઈ હતી.અકસ્માત બાદ સારવાર અર્થે મહેસાણા લઈ જવામાં આવતા દક્ષને બ્રેઇનડેડ જાહેર કરાયો હતો. SOTTOની ટીમને દક્ષના બ્રેઇનડેડ થવાની જાણ થતા ટીમ મહેસાણા પહોંચી માતા-પિતાને અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે(Organ donation in Gujarat )પ્રેરવામાં આવ્યા.

Organ donation in Gujarat :માર્ગ અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના બાસ્કેટબોલ પ્લેયર દક્ષનું મૃત્યુ, માતા-પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો

author img

By

Published : Dec 28, 2021, 6:58 PM IST

મહેસાણાઃ રાષ્ટ્રીય સ્તરની બાસ્કેટ બોલ સ્પર્ધામાં (National level basketball player)ભાગ લેવાનો હતો. જે માટે તે સતત દિવસ રાત પ્રેક્ટિસ કરીને પોતાની કારકિર્દીને બાસ્કેટબોલ ક્ષેત્રમાં ઉજ્જવળ બનાવવાનો હતો.પરંતુ વિધાતાએ મારા દિકરા દક્ષના લેખ કંઈક અલગ સ્યાહી થી લખ્યા હતા. પ્રેકિટસ કરીને ઘર વાપસી કરતી વેળાએ તેને માર્ગ અકસ્માત સાંપડ્યો. જેમાં તેને ગંભીર ઇજા થઈ હતી.

દક્ષના પિતા સાથેની વાતચીત

અકસ્માત બાદ સારવાર અર્થે મહેસાણા લઇ જવામાં આવતા ત્યા દક્ષને બ્રેઇનડેડ જાહેર(Daksh was declared braindead ) કરાયો. ચહેરાના ભાગમાં ગંભીર ઇજા થઇ હોવાથી તેના માતા-પિતા દક્ષની છબી જોવા માટે પણ સક્ષમ ન હતા. મહેસાણાના સામાજીક કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ Tissue And Transplant Organisation) ની ટીમને દક્ષના બ્રેઇનડેડ થવાની જાણ કરાતા ટીમ સત્વરે મહેસાણા પહોંચી. મહેસાણા પહોંચ્યા બાદ ટીમના સભ્યો અને સામાજીક કાર્યકરો દ્વારા દક્ષના માતા-પિતાને અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન(Awareness of organ donation in the state ) માટે પ્રેરવામાં આવ્યા.

દક્ષના પિતાએ અંગદાનની સંમતિ

દક્ષના પિતાએ અંગદાનની સંમતિ દર્શાવતા કહ્યું કે, મારો દક્ષ બ્રેઇનડેડ થયો છે. પરંતુ તેના અંગો અન્ય જરૂરિયાતમંદોને મદદમાં આવે અને તેમને નવજીવન (parents decided to donate organs )મળશે. જેના થકી મારો પુત્ર અન્ય જીવમાં જીવંત રહેશે. તે માટે હું મારા દિકરાનું મારા હ્યદયના ચિરાગનું અંગદાન કરવા તૈયાર છું. ત્યારબાદ દક્ષને 27મી ડિસેમ્બરના રોજ મહેસાણાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લાવવામાં આવ્યા. આજે અહીં સમગ્ર પ્રક્રિયા દરમિયાન દક્ષની બંને કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.જે ટૂંક સમયમાં જ જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

અંગદાન એ જ મહાદાન

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, દક્ષના અંગદાન થકી સિવિલ હોસ્પિટલમાં 366 દિવસમાં 26 વ્યક્તિઓના અંગદાન મેળવવામાં સફળતા મળી છે. અન્ય જીલ્લામાંથી રીટ્રાઇવલ માટે સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ વ્યક્તિને લાવવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ ઘટના દર્શાવે છે કે, સમાજમાં હવે દિવસે ને દિવસે અંગદાન માટે જાગૃકતા પ્રસરી રહી છે. લોકો હવે અંગદાન માટે જાગૃત થયા છે. રાજ્યમા અંગદાનની જનજાગૃતિ માટે ભગીરથ કાર્ય કરી રહેલા અગ્રણી દિલીપ દેશમુખ પણ સિવિલ હોસ્પિટલના અંગદાનની નેમમા જોડાઈને તેમના અનુભવ અને સહકાર સાથે મદદરૂપ બની રહ્યા છે.“અંગદાન એ જ મહાદાન”ના સૂત્રને મૂર્તિમંત કરવા સમાજનો દરેક વર્ગ હવે એકજૂથ થવું પડશે.

સિવિલ હોસ્પિટલમાં 26 અંગદાન

સિવિલ હોસ્પિટલમાં થયેલ 26 અંગદાનમાં શરીરના 89 જૂદા જૂદા અંગો દ્વારા 75 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.સિવિલ હોસ્પિટલ દ્વારા ઉપાડવામાં આવેલી અંગદાનની પહેલ હવે જન-જન માં જાગૃકતા અને સમાજસેવાની મુહિમ બની છે.

આ પણ વાંચોઃ Sunni Waqf Board Claims On Bet Dwarka: બેટ દ્વારકા પર સુન્ની વકફ બોર્ડનો માલિકીનો દાવો - હાઈકોર્ટે નામંજૂર કર્યો, સામે આવી પ્રતિક્રિયા

આ પણ વાંચોઃ SMC Corona Testing 2021 : કોર્પોરેશને ધનવંતરી રથની સંખ્યા વધારી બાળકોનું ટેસ્ટિંગ વધાર્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.