ETV Bharat / state

મહેસાણાના શોભાસણ પાસે ONGCની ગેસ લાઈનમાં લીકેજ, 2 ખેડૂતો ઈજાગ્રસ્ત

author img

By

Published : May 13, 2019, 11:09 PM IST

મહેસાણા: શહેરમાં આવેલા શોભાસણ ગામની સીમની ખેતર પાસેથી ONGCની લાઈન પસાર થાય છે. ત્યારે આ લાઇનમાંથી જ્વલનશીલ ગેસ લીકેજ થતો હોવાની ઘટના સામે આવી છે. આ લાઈનમાં ગેસ લીકેજ થતો હોવાની ઘટના બાદ એકાએક આગનો ભડકો થતા નજીકમાં જ કામ કરી રહેલા બે ખેડૂતો સળગી ઉઠતા ઇજાગ્રસ્ત થયા છે.

ONGCની ગેસ લાઈનમાં પડ્યું ભંગાણ

મહેસાણાના શોભાસણ સીમમાં ONGC લાઇનમાંથી ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. જેમાં ખેતરમાં કામ કરતા બે ખેડૂતોમાંથી એક ખેડૂત લાઈટ ચાલુ કરવા જતાં ગેસ લીકેજના કારણે આગનો ભડકો થવા પામ્યો હતો. જેના પગલે બંને ખેડૂતો શરીરે ગંભીર પ્રકારે દાજી જતા ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મહેસાણાના શોભાસણ પાસે ONGCની ગેસ લાઈનમાં લીકેજ, 2 ખેડૂતો ઈજાગ્રસ્ત

જો કે, ONGCની લાઇનમાંથી ગેસ લીકેજ અને આગના ભડકા મામલે કોઈ ચોક્કસ કારણો સામે આવ્યા નથી. પરંતુ ખેતરમાં અગાઉ પણ ગેસ લાઈનમાં લીકેજના કારણે પાકને નૂકસાન થવાની ઘટના સામે આવી હતી. ત્યારે વધુ એક ઘટનામાં બે ખેડૂત ઇજા પામ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે તપાસ થાય અને વધુ કોઈ એવી ઘટના બનતા અટકે તે આવશ્યક બની ગયું છે.

મહેસાણાના શોભાસણ પાસે ONGCની ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું, આગ લાગતા બે ખેડૂતો સળગી ઉઠ્યા

મહેસાણાના શોભાસણ ગામની સીમમાં આવેલ ખેતર પાસે થી પસાર થતી ONGCની લાઇન માંથી જ્વલનશીલ ગેસ લીકેજ થતો હોવાની ઘટના સામે આવી છે જે લાઈનમાં ગેસ લીકેજ થતો હોવાની ઘટના બાદ એકા એક આગનો ભડકો થતા નજીકમાં જ કામ કરી રહેલ બે ખેડૂતો સળગી ઉઠતા ઇજાગ્રસ્ત થયા છે

મહેસાણાના શોભાસણ સીમમાં ONGC લાઇન માંથી ગેસ લીકેજ થવાની ઘટના બનતા ખેતરમાં કામ કરતા ગામના બે ખેડૂતો પૈકી કોઈ એક ખેડૂત દ્વારા લાઈટ ચાલુ કરવા જતાં લીકેજ ગેસના કારણે આગનો ભડકો થવા પામ્યો હતો જેને પગલે બંને ખેડૂતો શરીરે ગંભીર પ્રકારે દાજી જતા ઇજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જોકે ONGCની લાઇન માંથી ગેસ લીકેજ અને આગના ભડકા મામલે કોઈ ચોક્કસ કારણો સામે આવ્યા નથી પરંતુ આજ ખેતરમાં અગાઉ પણ ગેસ લાઈનમાં લિકેજિંગના કારણે પાકને નૂક્ષાન થવાની ઘટના સામે આવી હતી ત્યાં આજે વધુ એક ઘટનામાં બે ખેડૂત ઇજા પામ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે તપાસ થાય અને વધુ કોઈ એવી ઘટના બનતા અટકે તે આવશ્યક બન્યું છે 

રોનક પંચાલ , ઇટીવી ભારત ,મહેસાણા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.