મહેસાણાઃ જિલ્લામાં તંત્રની બેદરકારીથી બાળકોને અપાતું પોષણ કચરામાં જોવા મળ્યું હતુ. ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે તંત્રની બેદરકારી સામે આવી છે. આંગણવાડી કેન્દ્રમાં આપતા બાલશક્તિના પેકેટ કચરાના ઢગલા માંથી મળી આવ્યા હતા. બાલશક્તિ નામે બાલભોગ બાળકોને અપાય છે, જે પેકેટ કચરામાં જોવા મળ્યા હતા. ગામના ઉપસરપંચે બાલશક્તિના પેકેટ કચરમાં પડ્યા હોવાના મામલે તપાસની માગ કરી હતી. મહેસાણામાં પોષણ અભિયાન વચ્ચે બાળકોનું પોષણ કચરામાં જોવા મળતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.
અહીં બાળકોને પોષણક્ષમ ખોરાક આપવા માટે તૈયાર કરાયેલા બાલશક્તિના પેકેટ કચરાના ઢગલામાં પડેલા જોવા મળી રહ્યા છે. બાલભોગ જ્યારે પોષણ યુક્ત ખોરાક તરીકે બાળકોના પેટમાં જવાના બદલે બેદરકારીના કારણે કચરાના ઢગમાં જોવા મળી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે મહેરવાડા ગામના ઉપસરપંચે તપાસની માગ કરી છે, ત્યારે હવે જોવું રહ્યું કે, બાળકોના પોષણ આહારને કચરાના ઢગલા સુધી પહોંચાડવામાં કોની કોની કાળી કરતુતો સામે આવે છે..!