મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીમાં મહેસાણા અર્બન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજ દ્વારા નેશનલ સાયન્સ ડે પર મહિલાઓનું વિજ્ઞાનમાં મહત્વ સમજાવતા પ્રેરણારૂપ વુમન ઈન સાયન્સ થીમ પર આધારીત ગુણી સાયનટેક ફેસ્ટ-2020 કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વિજ્ઞાન અને ટેક્નિલોજી પર આજે 21મી સદીમાં વિશ્વ આખું સંશોધન પર આધિન થઈ રહ્યું છે, ત્યાં ભારતના સંશોધકો એવા વૈજ્ઞાનિકો પણ દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ સ્થાપી રહ્યા છે, ત્યારે આંતરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમા ગણપત યુનિવર્સિટીમાં મહેસાણા અર્બન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજ દ્વારા વિજ્ઞાનમાં મહિલાઓનું મહત્વ, સફળતા અને યોગદાનની થીમ પર આધારીત ગુણી સાયનટેક ફેસ્ટ 2020 કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ગુણી સાયનટેક ફેસ્ટ 2020 કાર્યક્રમમાં બે મહિલા વિજ્ઞાનિક ડૉ. મેઘા ભટ્ટ અને રાજશ્રીએ હાજરી આપી વિદ્યાર્થીનીઓને વિજ્ઞાન પ્રત્યે માહિતી પુરી પાડી હતી. વિદ્યાર્થીઓ વિજ્ઞાનક્ષેત્રે આગળ વધે તેવી પ્રેરણા પુરી આ વૈજ્ઞાનિકોએ આપી હતી. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ વર્કિંગ અને નોન વર્કિંગ મોડલ, રંગોળી, પોસ્ટર સ્પર્ધા સહિતની એક્ટિવિટીમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીના દિવસે વૈજ્ઞાનિક ડૉ. સી વી રામનની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવાય છે.